આલોક વર્મા અને રાકેશ અસ્થાનાને રજા ઉપર મોકલ્યા બાદ નાગેશ્વર રાવે મોટા પ્રમાણમાં અધિકારીઓની બદલીના ઓર્ડરો આપ્યા હતા
સીબીઆઈના ડાયરેકટર આલોક વર્માની ૭૫ દિવસ બાદ ડાયરેકટર પદે વાપસી થઈ છે ત્યારે કારોબારી સંભાળતાના પ્રથમ દિવસે તેને પોતાના જુના જોગીઓને સાથે રાખ્યા છે. જે લોકોએ કટોકટી સમયે તેનો સહકાર આપ્યો, સત્યનો સાથ આપ્યો એવા એ.કે.શર્મા સહિતના તેના નજીકના અધિકારીઓની ટ્રાન્સફર અટકાવવા તજવીજ હાથધરી હતી. જેમાં ડેપ્યુટી એસ.પી. એ.કે.બસ્સી, સુપ્રીટેન્ડેન્ટ પોલીસ એસ.એસ.ગુર્મ, ડી.આઈ.જી. એમ.કે.સિન્હા અને જોઈન્ટ ડાયરેકટર એ.કે.શર્માનો સમાવેશ થાય છે.
રાકેશ અસ્થાના વખતે સરકારે આલોક વર્મા સહિત આ તમામ અધિકારીઓને રજા ઉપર મોકલવાનો નિર્ણય લીધો હતો જોકે સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રના આ નિર્ણયને ઝાટકણીનો સામનો કરવો પડી રહ્યો હતો જેમાં ‘સીઝ એન્ડ ડીસીસ્ટ’ ઓર્ડરને લઈ આલોક વર્માએ એકશન પ્લાન ઘડયો હતો. સીઝ એન્ડ ડીસીસ્ટ અંતર્ગત જે પણ વખતે સરકાર અથવા કોઈપણ પાર્ટી દ્વારા નિર્ણય લેવાયો હોય તેને તથ્યો સાથે પડકારવાનો અધિકાર હોય છે જોકે તેઓ લોયર પ્રશાંત ભુષણ અને પૂર્વ ભાજપના નેતા યશવંત સિન્હા અને અરૂણ શોરી માટે એકશન પ્લાન બનાવી શકયા ન હતા. આલોક વર્મા અને રાકેશ અસ્થાનાને રજા ઉપર મોકલ્યા બાદ ૧૯૮૬ બેંચની ઓડિસ્સા કેડરના આઈપીએસ અધિકારી નાગેશ્વર રાવને ૨૩, ઓકટોબર, ૨૦૧૮ના રોજ સીબીઆઈ નિર્દેશકના કાર્યો સોંપવામાં આવ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર તેને ડયુટી સંભાળતાના બીજા જ દિવસે મોટાપ્રમાણમાં આલોક વર્માના સાથીદારોના ટ્રાન્સફરના ઓર્ડર કર્યા હતા પરંતુ આલોક વર્માએ બુધવારે પોતાની જવાબદારી સંભાળતાની સાથે જ તમામ ટ્રાન્સફરોને અટકાવ્યા હતા.