કાવેરી જળ વિવાદ મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની યોજના ડ્રાફ્ટ કાવેરી મેનેજમેન્ટ સ્કીમને મંજૂરી આપી
કાવેરી જળ વિવાદ મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની યોજના ડ્રાફ્ટ કાવેરી મેનેજમેન્ટ સ્કીમને મંજૂરી આપી દીધી છે. તો સુપ્રીમ કોર્ટે કર્ણાટક અને કેરળ સરકારની ભલામણને ફગાવી દીધી છે. આ પહેલાં 14 મેનાં રોજ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં ડ્રાફ્ટ કાવેરી મેનેજમેન્ટ સ્કીમ દાખલ કરી હતી.
Cauvery water dispute case: Supreme Court today accepted the amended draft scheme of the Centre pic.twitter.com/1gf3xTmPHc
— ANI (@ANI) May 18, 2018
આ પહેલાં કેન્દ્ર સરકારે ભાર વિચાર વિમર્શ બાદ ડ્રાફ્ટ કાવેરી મેનેજમેન્ટ સ્કીમને કોર્ટમાં જમા કરાવી હતી.કેન્દ્રએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ મામલાની સુનાવણી કર્ણાટક ચૂંટણી પછી કરે તો યોગ્ય રહેશે. ગત 8મી મેનાં રોજ કેન્દ્ર વિરૂદ્ધ અવમાનનાની વાત પણ કરવામાં આવી હતી, ત્યારે બેંચે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જ્યારે આ મુદ્દે ફેંસલો સંભળાવવામાં આવ્યો છે તો તેને લાગૂ કરવો જ જોઈએ. તેઓ આ ઘટનાક્રમથી જરા પણ ખુશ નથી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com