હેકર્સ દ્વારા ભારતીય નાગરિકોના બેંક ખાતાની માહિતી લીક કરી દેવાયાનો દાવો
ભારતના ૩.૩ લાખ નાગરિકોના ફાઈનાન્સિયલ ડેટા લીક થયાનો દાવો સાયબર સિક્યુરિટી રિસર્ચર રાજશેખર રાદડિયાએ કર્યો છે સાયબર સિક્યુરિટી રિસર્ચર રાજશેખર ના મત મુજબ હેકરોએ બુધવારે ભારતીય નાગરિકોની બેંક ની માહિતીઓ ડાર્ક વેબ પર અપલોડ કરી દીધી છે. ઉપરાંત આ માહિતીઓ લિંક કરવા પાછળ બાયયુકોઈન ક્રીપ્ટોકરન્સી એક્સચેન્જ કંપની નો હાથ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.
ભારતીય નાગરિકોના બેંક ખાતા ની માહિતીઓ હેકરોએ લીક કરી દીધી છે તેવી માહિતીઓ હાલ પ્રાપ્ત થઇ રહી છે. હેકરો દ્વારા બુધવારના રોજ ભારતીય નાગરિકોના બેંક ખાતાની માહિતી તેમજ કેવાયસી ડોક્યુમેન્ટ સહિતના દસ્તાવેજો ડાર્ક વેબ પર અપલોડ કરી દેવામાં આવી છે. પ્રાથમિક તબક્કે સાયબર સિક્યુરિટી રિસર્ચ બાયયુકોઈન નામની કંપનીએ આ કૃત્ય કર્યાનું સામે આવ્યું છે તેવો દાવો સાયબર સિક્યુરિટી કંપની એ કર્યો છે. જો કે ઈ-મેલ દ્વારા ખાતરી માટે મોકલાયેલા પત્રના જવાબમાં આ કંપનીએ આ પ્રકારનું કોઈ પણ કૃત્ય નહીં કર્યાનું જણાવ્યું છે. આ કૃત્ય જસ્પે બ્રિચ નામના હેકરોના ગ્રુપએ કર્યું છે. આ ગ્રુપે તમામ ઘટના ની જવાબદારી પણ લીધી છે. હેકરો દ્વારા તમામ કૃત્ય ના સ્ક્રીનશોટ પણ જાહેર કરવામાં આવ્યા છે. હેકરોના ગ્રુપ દ્વારા ભારતીય નાગરિકોના બેંક ખાતાના યુઝર નેમ, ફોન નંબર, પાન નંબર, ઇમેલ એડ્રેસ, બેંક ખાતા ની માહિતીઓ તેમજ આઈએફએસસી કોડ પણ લીક કરી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય બાબત છે કે, બાયયુકેન કંપની દ્વારા ક્રીપ્ટો કરન્સીની ખરીદી માટે પણ આ પ્રકારના તમામ દસ્તાવેજો ની નકલ મંગાવવામાં આવતી હોય છે જેથી પ્રાથમિક તબક્કે આ તમામ ડોક્યુમેન્ટ આ કંપની દ્વારા લીક કરવામાં આવ્યા હોય તેવું સામે આવી રહ્યું છે.