દૂધનું નામ આવતા જ એક સંપૂર્ણ આહારનો જ વિચાર આવે છે. ત્યારે નાના બાળકથી લઇ વૃદ્ધ દરેકને માટે દૂધ એ ઉત્તમ આહાર છે. તેમાં રહેલા પોષક તત્વો શારીરિક અને માનસિક વિકાસ માટે ખૂબજ જરૂરી છે ત્યારે વર્તમાન સમય એટલે ભેળસેળનો યુગ એમ કહેવાય છે તેવા સમયે એક પણ ચીજ વસ્તુ એવી નથી કે જેમાં ભેળસેળ ન થતી હોય. તો એમાંથી દૂધ પણ બાકાત રહ્યું નથી , તમે જે પેકીંગ વાળું દૂધ ખરીદો છો એ શું ખરેખર અસલી દૂધ છે કે પછી નકલી મિલાવટ વાળું દૂધ છે એ જાણવું ખુબજ જરૂરી ચ કારણ કે જો એ જન વગર મિલાવતી દૂધ પિતા રહેશો તો જરૂરથી તેની ખરાબ અસર તમારા પર અને તમારા પરિવારના સ્વાસ્થ્ય પર થશે.તો દૂધ પિતા પહેલા તેની ચકાસણી કરવી જરૂરી બને છે તો આવો જાણીએ કે કઈ રીતે ઘરે જ દૂધને ચકાસવું…??
દૂધને સુંઘવું…
દરેક વ્યકતિએ દૂધ લેતા પહેલા તેને સુંઘવું જોઈએ.દૂધને સૂંઘવાથી તેની સિદ્ધતાનો અંદાજ આવે છે. જો તમને એવું લાગે કે તેમાંથી સાબુ જેવી ગંધ આવે છે, તો એ દૂધ સિન્થેટિક દૂધ પણ હોઈ શકે છે.
હથેળી પર ઘસવું…
થોડું કાચું દૂધ હથેળી પર લઇ તેને તેમાં ઘસો અને પછી ચાખો, અસલી દૂધમાં થીલી મીઠાશ હોઈ છે. અને જો એ દૂધ નકલી હશે તો તેમાંથી મીઠો સ્વાદ નહિં આવે.
રંગથી દૂધ ઓળખો…
જયારે તમે દૂધને ઉકાળો છો તો તેનો કલર બદલતો નથી જયારે નકલી દૂધને ઉકાળવાથી તેનો રંગ પીળાશ પકળે છે.
ચીકાશ નહિ લાગે…
અસલી દૂધને હથેળી પર મસળવાથી તેમાં ચીકણાશ નથી લગતી જયારે નકલી દૂધને હથેળી પર રાગાળવાથી ચિકાશ મહેસુશ થાય છે.
ફીણ વધુ નથી થતા…
નકલી દૂધને વોશિંગ પાઉડર મિક્સ કરીને બનાવવામાં આવે છે. જે તેને પારખવું છે તો એક કાંચની પાતળી બોટલમાં દૂધને ભરી તેને જોરથી હલાવો, જો તેમાં ફીણ વધુ થાય છે અને એ જાજીવાર સુધી એમજ રહે છે તો સમજવું કે એ દૂધમાં વોશિંગ પાઉડર મિક્સ કરેલો છે.