પ્રાણીઓ કોઇ મશીન નથી, તેમને પણ જીવવાનો અધિકાર: કોર્ટ
મુંગા પશુ-પક્ષીઓના રક્ષણ અને સારવાર માટે સેન્ટર બનાવવા તંત્રને આદેશ અપાયો
મુંગા પશુ-પક્ષીઓના પણ માણસ જેવા જ અધિકાર છે જો તેમની હત્યા કરવામાં આવે તો તેમના પર ખૂનનો ગુનો લાગી શકે તેવું ઉતરાખંડ હાઇકોર્ટે આપેલા ચુકાદાથી ફલિત થયું છે. તાજેતરમાં ઉતરાખંડ હાઇકોર્ટમાં પશુ-પક્ષીઓના અધિકાર મામલે પીઆઇએલની સુનાવણી હાથ ધરાય હતી. જેમાં પશુ-પક્ષીઓના પણ માણસ જેવા જ અધિકાર હોવાની દલિલ થઇ હતી.
જસ્ટીશ રાજીવ શર્મા અને લોકપાલસિંહની ડિવિઝન બેન્ચે પસુ-પક્ષીઓના રક્ષણ અંગે અગત્યનો ચુકાદો આપ્યો છે. અદાલતે પશુઓ ઉપર થતા અત્યાર મામલે દરેક જિલ્લામાં દેખરેખ રાખવા અધિકારીઓની નિમણુંક કરવા તેમજ પશુઓની સારવાર માટે સેન્ટર ખોલવાની તાકીદ પણ કરી છે.
હાઇકોર્ટે ૫૭ પેઇઝના ચુકાદામાં પશુઓને મારવા, રંજાડવા સામે કડક પગલા ભરવા કહ્યું છે. આવા કેસમાં ખૂનના ગુના જેવો જ ખડલો ચલાવી શકાય તે માટેનો માર્ગ ઉતરાખંડ હાઇકોર્ટે મોકળો કર્યો છે. તમામ પ્રાણીઓ અને માણસ વચ્ચે એક સરખો વ્યવહાર થાય તેવી દલિલમાં હાઇકોર્ટે અગાઉના વડી અદાલતના ચુકાદાને ટાકયો હતો. પ્રાણીઓનું રક્ષણ કરવા સરકારને તાકીદ કરી હતી.
અહીં ઉલેખનીય છે કે, ઉતરાખંડ હાઇકોર્ટે ગત વર્ષે માર્ચ મહિનામાં ગંગા અને યમુનામાં જીવો ઉપર થતા અત્યાચાર મામલે પણ આજ પ્રકારનો ચુકાદો આપ્યો હતો. હાલનો ચુકાદો નારાયણ દત્ત નામના અરજ કરતાએ કરેલી પીઆઇએલ પરથી આવ્યો છે. તેમણે નેપાળ અને ભારત વચ્ચે ઘોડા, ગધેડા સહિતના જાનવરોની હેરફેર ઉપર પ્રતિબંધ મુકવા હાઇકોર્ટ સમક્ષ અરજ કરી હતી જેના પરિણામે પ્રાણીઓની હેરફેરમાં લાયન્સ પ્રથા લાગુ કરવા અને તેમની સારવાર માટે જગ્યા સુનિશ્ચિત કરવાનો હુકમ હાઇકોર્ટ દ્વારા અપાયો છે.
હાઇકોર્ટે તેમ પણ કહ્યુ છે કે ઉનાળા દરમિયાન બપોરે ૧૧ થી ૪ના સમયમાં તાપમાન ૩૭ સે.થી વધુ હોય અને શિયાળામાં ૫ ડીગ્રીથી ઓછુ હોય ત્યારે પશુઓની હેરફેર તથા સામાન લાવવા લઇ જવા માટે તેમનો ઉપયોગ ન કરવાનું સુચન કરવામાં આવ્યું છે.
કોર્ટે કહ્યુ છે કે, પ્રાણીઓ કોઇ મશીન નથી તેમને પણ જીવવાનો અધિકાર છે, જો પ્રાણીઓ પર અત્યાચાર થતા હોય તો પોલીસ ગુનો નોંધી ત્વરીત કાર્યવાહી કરી શકે છે.