પ્રત્યેક સુગંધિત દ્રવ્યો ‘ગુલાબજળ’ નથી હોતા…
પૈરાબેન, ટ્રાઈકલોસૈન, અને સેંટ-પરફયૂમ જેવા કેમિકલ્સથી ટયૂમર-કેન્સરની કોશિકાઓ સક્રિય થાય છે
ગરમીની ઋતુમાં પરસેવાની દુર્ગંધથી બચવા લોકો અનેક ઉપાયો કરે છે. એ પૈકીનો એક છે. ડિયોડરન્ટ અને પરફયૂમનો ઉપયાગ, લગભગ દરેક લોકો તેનો ઉપયોગ અવશ્ય કરે જ છે. તેથી અન્ય ચીજોની જેમ ડિયો અને પરફયુમ પણ આપણી લાઈફનો ભાગ બની ગયો છે., તેના વિના આપણો દિવસ અધૂરો રહે છે. પરંતુ આ વાતથી બહુ ઓછા લોકો પરિચિત હશે કે તેમાં રહેલા કેમિકલ્સના કારણે સ્વાસ્થ્ય પર ખૂબજ ખરાબ અસર થાય છે.
ડિયોડરન્ટના વધુ પડતા ઉપયોગથી ‘બ્રેસ્ટ-કેન્સર’નો ખતરો
એક રિસર્ચમાં આ વાત સામે આવી છેકે ડિયો અને પરફયુમમાં એવા કેટલાક રહેલા છે જે અંડર આર્મસના ફેટ સેલ્સમાં અવશોષિત થઈ જાય છે. અને તેના કારણે માત્ર રેશીસ જ નહીં પણ બ્રેસ્ટ કેન્સરનું જોખમ વધી જાય છે.
ડિયોમાં મુખ્યરીતે મળી આવતા આ ચાર કેમિકલ કમ્પાઉન્ડસ
- પૈરાબેન: રિસર્ચ અનુસાર ડિયોડરન્ટમાં ઉપયોગમાં લેવાતું પૈરાબેન નામનું કેમિકલ શરીર દ્વારા એસ્ટ્રોજેન અને અન્ય હોર્મોન્સના પ્રક્રિયામાં અવરોધ ઉત્પન્ન કરે છે. બ્રેસ્ટમાં એસ્ટ્રોજેન-સેન્સિટીવ ટીશ્યૂ મોજૂદ હોય છે.જેથી દરરોજ અંડર આર્મસમાં પૈરાબેન યુકત ડિયોનો ઉપયોગ કરવાનાં કારણે કેન્સર સેલ્સનાં ગ્રોથનાં ખતરાને વધારે છે.
- એલ્યુમિનીયમ: પરસેવો રોકતા એન્ટીપર્સપિરેંટસ અને ડિયોમાં એલ્યુમિનીયમ પણ હોય છે. અને આ મેટલના કારણે શરીરનાં જીન્સમાં અસ્થિરતા આવે છે. અને તેથી ટયૂમર કેન્સર કોશિકાઓમાં વૃધ્ધિ થાય છે.
- ટ્રાઈકલોસૈન: ડિયો અને એન્ટીપર્સપિરેંટ સહિત અનેક બ્યુટી પ્રોડકટસમાં ટ્રાઈકલોસૈનનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી આ ઉત્પાદનોને બેકટેરીયલ સંક્રમણથી બચાવવામાં આવે, ટ્રાઈકલોસૈનના હોર્મોન એકિટવીટીમાં પણ અવરોધ ઉભો કરી શકે છે. તથા થાઈરોઈડ ફંકશનને પણ પ્રભાવિત કરે છે.
- સેંટ અથવા પરફયૂમ: ઘણીવાર અમૂક લોકોને અથવા તીવ્ર સેંટના કારણે છીંક આવવી, આંખોમાંથી પાણી નીકળવા માથુ દુ:ખવું અને ચામડીમાં સહેજ બળતરા થવી વગેરે સમસ્યાઓ જોવા મળે છે. આ બધા એલર્જીનાં લક્ષણો છે જે તીવ્ર સુગંધના કારણે થાય છે.
તો કેટલાક લોકોને પરફયુમ સેન્ટ, ડિયોના વધુ પડતા ઉપયોગના કારણે કોન્ટૈકટ ડર્મેટાઈટિસ નામની બીમારી થાય છે.ત્વચા સંબંધિત બીમારીમાં ત્વચા લાલ થઈ જાય છે. અને તેમાં બળતરા થાય છે.અને કયારેક સોજો પણ આવી જાય છે.