અમેરિકામાં સરહદેથી પ્રવેશવા ઈચ્છુક લોકોના મોબાઈલના ડેટાનું ચેકિંગ શરૂ: અન્ય વિકસીત દેશો પણ ઓનલાઈન પ્રોફાઈલના આધારે વિઝા આપવા કે નહીં તેનો નિર્ણય લેશે
સોશ્યલ મીડિયાની ગંભીરતાથી હજુ અનેક લોકો અજાણ છે. સોશ્યલ મીડિયામાં અપડેટ કરતા પહેલા સમજી વિચારી લેવું જરૂરી છે. આ વાત હવે વધુ હકીકત થવા જઈ રહી છે. હવેથી સોશ્યલ મીડિયા પર મુકેલી વિગતોના આધારે કોઈપણ દેશના આધારે વિઝા રદ્દ થઈ શકે અવા મંજૂર થઈ શકે છે. કેટલાક દેશોની સરકાર આ મુદ્દે વિચારી રહી હોવાનું જાણવા મળે છે.
અમેરિકાએ હાલ ઈલેકટ્રોનીક ડિવાઈસની અંદરી વિગતો મેળવી વ્યક્તિને વિઝા આપવા કે નહીં તે નક્કી કરી શકે છે. વ્યક્તિ જો સોશ્યલ મીડિયા પર પોતાનો મત મુકે અને તે મત જે દેશના વિઝા લેવા ઈચ્છતો હોય તે દેશના કાયદાથી ભિન્ન હોય અવા કાયદાને તોડતો હોય તો તેના વિઝા કેન્સલ થઈ શકે છે.
મોબાઈલમાંથી ડેટા મેળવી વ્યક્તિની વિશ્ર્વસનીયતા આધારે વિઝા આપવામાં આવશે. આ મામલે અમેરિકાની એક કંપની બેરી એપલમેન એન્ડ લાઈડન દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેના મત મુજબ અમેરિકાની સરહદેથી ઘુસતા લોકોના ૩૦૨૦૦ મોબાઈલમાં સર્ચ કરી તેમના વિઝા અંગેનો નિર્ણય લેવાયો હતો. મોબાઈલના ડેટાના માધ્યમથી આ પ્રકારની તપાસનું પ્રમાણ તેના આગલા વર્ષ કરતા ૫૦ ટકા વધી ગયું છે. એકંદરે આવતા ૫ વર્ષોમાં એવું બને કે, મોબાઈલ સહિતની ઈલેકટ્રોનીકસ પ્રોફાઈલ વ્યક્તિના વિઝાનું ભવિષ્ય ઘડી શકે.