પ્રથમ વખત ભારત અને ઈઝરાયેલની વાયુ સેના સંયુક્ત સૈન્ય અભ્યાસ કરવા જઈ રહ્યા છે. ભારતીય સેના ઈઝરાયેલમાં બ્લુ ફ્લૈગમાં સામેલ થવા જશે. ભારતીય સેનાએ આ સંયુક્ત અભ્યાસમાં ભાગ લેવા માટે C-130J સુપર હરક્યુલિસ એરક્રાપ્ટ સહિત 45 સભ્યનું એક દળ મંગળવારે રવાના થયું છે. ભારતીય દળમાં ગરુડ કમાન્ડો પણ સામેલ થયા છે. 2થી 16 નવેમ્બર સુધી સંયુક્ત યુદ્ધાભ્યાસ બ્લૂ ફ્લૈગ-17માં ભાગ લેશે.
ઈઝરાયેલમાં થનારા આ અભ્યાસમાં ભારત અને ઈઝરાયેલ ઉપરાંત અમેરિકા, ફ્રાંસ, જર્મની, ઈટલી, યુનાન અને પોલેન્ડ ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે પહલી વખત થઈ રહ્યું છે કે ભારતે ઈઝરાયલમાં યુદ્ધાભ્યાસમાં ભાગ લેવા માટે પોતાની ટૂકડી મોકલી હોય. પ્રધાનમંત્રી મોદી આ જ વર્ષે ઈઝરાયેલના પ્રવાસે ગયા બાદ ભારતીય ટૂકડીને સંયુક્ત યુદ્ધઅભ્યાસ માટે મોકલી છે.