મ્યૂઝિક લવર્સે થોડું સાવધાન થઇ જવાની જરૂર છે. કારણ કે, ન માત્ર એપ પરંતુ ઇઅરફોન દ્વારા પણ તમારો ડેટા ચોરી શકાય છે. હાલમાં જ બોસ કંપની પર એક એપ દ્વારા જાસૂસી કરવાનો આરોપ લાગ્યો છે. આ કંપની મ્યૂઝિક એપ દ્વારા યુઝર્સનો ડેટા ચોરી રહી હતી.
સ્પીકર અને હેડફોનથી ચોરી થાય છે ડેટા
બોસ કંપની પર સ્પીકર અને હેડફોન દ્વારા લોકોની જાસૂસી કરવાનો આરોપ લાગ્યો છે. આ આરોપ અમેરિકામાં લાગ્યો છે, જ્યાં તેઓ પોતાના બ્લૂટૂથથી લોકોની જાસૂસી કરી રહ્યું છે. જેનાં વિશે શિકાગોની એક કોર્ટમાં બોસ કંપની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. ખબર મળી છે કે, બોસ એપ દ્વારા જાસૂસી કરી રહી છે. એટલું જ નહી પરંતુ આ કંપની પર યુઝર્સનાં ડેટા ચોરી કરવાનો અને વેચવાનો આરોપ લગાવ્યો છે.
આ એપ દ્વારા થઇ રહી છે જાસૂસી
શિકાગોની ફેડરલ કોર્ટમાં જેક નામની મહિલાએ આ વિષે ફરિયાદ કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, બોસ પોતાની ‘બોસ કનેક્ટ’ એપ દ્વારા જાસૂસી કરી રહી છે. આ એપ એન્ડ્રોઈડ અને આઈફોન યુઝર્સ બંને માટે ઉપલબ્ધ છે. આ કંપની પર આરોપ છે કે તે પોતાના ગ્રાહકોનાં નામની ઈ-મેઈલ આઈડી અને હેડફોનનાં સીરીયલ નંબરને ટ્રેક કરીને તેને સેગ્મેન્ટ ડોટ આઈઓ જેવી વેબસાઈટ્સને વેચે છે.
આ રીતે ચોરી થાય છે ડેટા
બોસ કનેક્ટ એપ યુઝર્સને હેડફોન સાથે ઈન્ટરેક્ટ કરવા, સોફ્ટવેર અપડેટ કરવા અને હેડફોન સાથે કોઈ પણ સમયે કનેક્ટ થતા ડિવાઈસીસને મેનેજ કરવી અનુમતી આપે છે. જો યુઝર કંઇક સાંભળ્યા બાદ હેડફોનનો યુઝ કરી રહ્યા છો તો તેમની ડીટેલ્સ કનેક્ટ એપમાં દેખાય છે. બોસ પર જે હેડફોન દ્વારા જાસૂસીનો આરોપ લાગ્યો છે, તેમાં ક્વાઈટ ક્ન્ફર્ટ ૩૫, ક્વાઈટ કન્ટ્રોલ ૩૦, સાઉન્ડ લિંક અરાઉન્ડ ઈયર, વાયરલેસ હેડફોન્સ II, સાઉન્ડ લિંક કલર II, સાઉન્ડ સપોર્ટ વાયરલેસ અને સાઉન્ડ સપોર્ટ પલ્સ વાયરલેસ હેડફોન સામેલ છે.