ઓમીક્રોનના લક્ષણો ભલે સાામન્ય  સીઝનલ શરદી કે વાયરલ ફીવર જેવા હોય પરંતુ બેદરકારી ખતરનાક સાબીત થઈ શકે છે: ડો.ચૌલા લશ્કરી 

 

અબતક, રાજકોટ

ઓમીક્રોન ભલે હળવો હોય પણ ડેલ્ટા હજીપણ એટલો જ ઘાતક છે. તા.20 ડીસેમ્બરના ન્યુઝ પેપર અબતકમાં કોરોના , તેના વેરીયન્ટ્સ(ડેલ્ટા , ઓમીક્રોન)વિશે ની માહિતિ અને સાવચેતી અંગે મેં લખેલ આર્ટિકલ વાંચ્યો જ હશે. તેમાં મોડર્નાના સી.એમ.ઓ. ડો.પોલ બાર્ટને કહેલું કે ડેલ્ટા અને ઓમીક્રોન સાથે મળી કોરોનાનો નવો સુપર વેરીયન્ટ આવી શકે .જે આજે સાચું પડ્યું . ડેલ્મીક્રોન એ કોરોનાનો નવો વેરીયન્ટ છે. સદ્ નસીબે તેના ઘણીજ અલ્પસંખ્યાના કેસછે.

આજના ન્યુઝ પેપરમાં આવેલ સમાચાર મુજબ ગુજરાતમાં ડીસેમ્બરના 27 દિવસોમાં જ કોવીડ 19 થી સત્તાવારપણે 22 નાગરિકોના મોત થયા.જ્યારે ગઈકાલે 27 ડીસેમ્બરના રોજ કોરોનાના નવા 204 કેસ આવ્યા. અત્યાર સુધી ઓમીક્રોન સંક્રમિત એકપણ વ્યક્તિનું મ્ર્રત્યુ  થયું નથી.

આ પરથી એમ સમજી શકાય કે જે 22 મ્ર્રત્યુ થયા એ બધા બીજી લહેરના ડેલ્ટા વેરીયન્ટ સંક્રમિતના હતા. હજીપણ ડેલ્ટા વેરીયન્ટના કેસ ઝડપથી વધતા જાયછે. ભલે ઓમીક્રોનના લક્ષણો હળવા હોય , સામાન્ય સીઝનલ શરદી કે વાયરલ ફીવર જેવા હોય પણ આ પરથી જો આપણે એમ સમજીને બેદરકાર રહેશુ કે ઓમીક્રોન જોખમી કે જાનલેવા નથી.તો આપણે કદાચ બીજી લહેરવાળા ડેલ્ટા સંક્રમિત હશું.તો એ જ પાછી ખતરનાક પરિસ્થિતિમાં મુકાય જશું. 20 ડીસેમ્બર ના ન્યુઝપેપર અબતકમાં કહ્યા મુજબ જો ઓમીક્રોનનો કહેર ફાટી નીકળશે તો દરેક કેસનું જીનોમ ટેસ્ટીંગ શક્ય નહિ બને. અત્યારે પણ આવેલા કુલ નવા કોરોનાના કેસમાં ફક્ત શંકાસ્પદ કેસનું જ જીનોમ ટેસ્ટીંગ થાયછે.

આ પરિસ્થિતિમાં આપણે સહુએ બીજ લહેર જેવીજ સાવધાની રાખવી પડશે. નહિતર ત્રીજી લહેર દરવાજે ટકોરા મારે જ છે. કોરોનાથી મ્રુત્યુ પામે તેની સંખ્યા બીજી લહેર જેટલી હશે અથવા કમનશીબે તેનાથી પણ વધુ હશે. ઓમીક્રોન ના સમાચાર વચ્ચે બાકીના કેસ ડેલ્ટાના જ છે એમ માની બીજી લહેર જેટલા જ સાવધાન થવું પડશે.   આપણા ઘણા સ્વજનો બીજી લહેરમાં ગુમાવ્યા પણ આ બોધપાઠપરથી હવે સ્વજન ગુમાવીએ એ આપણી ઘોર બેદરકારી ગણાય.

કોઇના કહેવાથી નહિ પણ આપણે ખુદ જાહેર મેળાવળામાં જવાનું ટાળીએ. સામાજિક , ધાર્મિક પ્રસંગોનું આયોજન હાલ પુરતુ  સ્થગિત કરીએ તોજ આવતા કપરાકાળમાં સુરક્ષિત રહી શકીશું.

20 ડીસેમ્બર ના અબતક ન્યુઝપેપરમાં જણાવેલ તેમ કોરોના પોઝીટીવ કેસમાં એલોપેથી સાથે હોમીયોપેથી ટ્રીટમેન્ટ શરુ કરવામાં આવે તો ઇમર્જન્સી ને ટાળી શકાય અને પરિણામે મ્રુત્યુની સંભાવના તો તદ્દન ટળી જ જાયછે. જેવા કોરોના પોઝીટીવ ડીકલેર થાઇએ કે તરત જ એલોપેથી સાથે પ્રથમ દિવસથીજ હોમીયોપેથીની ટ્રીટમેન્ટ શરુ કરી દઇએ.

બીજી લહેર દરમ્યાન જે કોરોના પોઝીટીવ દર્દીઓએ એલોપેથી સાથે હોમીયોપેથીની ટ્રીટમેન્ટ શરુ કરેલ તેમાના  99 % ને પોસ્ટ કોવીડ કોમ્પ્લીકેશન થયેલ નથી. આઇ.સી.એમ.આર. ના ડો. બલરામ ભાર્ગવ ચેતવણી આપતા કહેછે  ભારતમાં હજી ડેલટાનું પ્રભુત્વ છે.તાજેતરમાં મળેલા ક્લસ્ટર મા પણ ડેલટાનું પ્રભુત્વ છે ફરીથી આળસ ખંખેરી કોવીડ ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન શરુ કરીશું તો કદાચ ત્રીજી લહેરના ખતરાને ખાળી શકીશું .

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.