કાસ્પદ લક્ષણો ધરાવતા સિવાયના તમામ લોકોને માસ્ક પહેરવાની જરૂર ન હોવાની નિષ્ણાંત તબીબોની સલાહ
વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનારો કોરોના વાઈરસની હવે ભારતમાં પણ ઝડપભેર ફેલાવવાની શંકા સેવાઈ રહી છે. કોરોના વાઈરસે ચીન, ઈટાલી સહિત વિશ્ર્વના અનેક દેશોમાં હજારો લોકોનો ભોગ લીધો છે. જેને લઈને ભારતના નાગરિકોમાં ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે. ભારત સરકારે કોરોના વાઈરસની ગંભીરતાને પારખીને અગમચેતી રૂપે સાવચેતી માટેના અનેક પગલા લીધા છે.
કોરોના વાઈરસ અંગે જનજાગૃતિના અભાવે અનેક ગેર સમજો ફેલાઈ રહી છે.જેથી ડરેલા લોકોને ધૈયપૂર્વક કામ લેવા રાજકોટના નિષ્ણાંત ડોકટરોએ સલાહ આપી છે.
સૌરાષ્ટ્ર-કચ્છના પ્રથમ ઈન્ફેકશનના સ્પેશ્યાલીસ્ટ એવા રાજકોટના ડો આકાશ દોશીએ કોરોના વાઈરસની દવા શોધાઈ રહ્યાનું અને સાવચેતી અને કાળજી રાખવાથી કોરોના વાઈરસને ફેલાતો અટકાવી શકશે તેમ જણાવ્યું હતુ જયારે, સરકારી આયુર્વેદીક હોસ્પિટલનાં ડો. જયેશભાઈ પરમારે કોરોના વાયરસ સામે લડવા રોગ પ્રતિકારક શકિત વધારવા વિવિધ વનસ્પતિ જન્ય ઉકાળા પીવાની સલાહ આપી છે.
કોરોના વાઈરસનો ઈલાજ શકય છે માત્ર સાવચેતીની જરૂર: ડો. આકાશ દોશી
રાજકોટના ઈન્ફેકશન સ્પેશ્યાલીસ્ટ ડો. આકાશ દોશીએ અબતકને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતુકે, અત્યારે કોરોના વાયરસને લઈને જે ભય ફેલાઈ રહ્યો છે. તેનાથી કરવાની જરૂર નથી કોરોના વાઈરસ થયા પછી તેને મટાડવો શકય છે. ફકત થોડી સાવચેતી અને અગમ પગલાથી આ રોગને ફેલાતો અટકાવી શકાય છે. વધુમાં ડો. આકાશ દોશીએ જણાવ્યું હતુ કે કોરોના વાયરસ એ સ્પર્શથી ફેલાતો રોગ છે. ત્યારે વિદેશથી આવતા લોકોના સ્પર્શથી દૂર રહેવાથી આ રોગ ફેલાતો અટકાવી શકાય છે. અને જયારે પણ ખાંસી કે છીંક આવે ત્યારે મોં પર રૂમાલક રાખવો આવશ્યક છે. અને સેનેટાઈઝરનો ઉપયોગ પણ આવશ્યક છે. વધુમાં ડો. આકાશ દોશી એ જણાવ્યું કે કોરોના વાયરસનાં લક્ષણોમાં તાવ આવવો, શરદી ખાંસી થવી, શ્ર્વાસ લેવામાં તકલીફ પડવી. આવા જો લક્ષણો દેખાય તો તુરંત જ નજીકનાં ડો.ની સલાહ લેવી અનિવાર્ય છે.
તુલસી-મરીના ઉકાળા અને સુદર્શન ચૂર્ણથી કોરોના વાઈરસનો સામનો કરી શકાય: ડો. જયેશ પરમાર
અબતકને આપેલી મુલાકાતમાં સરકારી આયુર્વેદીક હોસ્પિટલના આયુર્વેદ નિષ્ણાંત ડો. જયેશ પરમારે જણાવ્યું હતુ કે ચીનથી આવેલા આ રોગ અત્યારે દુનિયાનાં ૧૬૫ જેટલા દેશોમાં ફેલાઈ રહ્યો છે. પણ બીજા દેશો કરતા આપણી પાસે આપણી સંસ્કૃતિનાં ચાર વેદો છે. જેમાનો એક ‘આયુર્વેદ’ આયુર્વેદમાં બતાવેલા ઉપાયોનો જો ચોકકસ પણે પાલન કરવામાં આવે તો આ રોગ અટકાવી શકાય છે. મુખ્યત્વે હવા, ખોરાક, પાણીથી ફેલાતો આ રોગ પહેલા પ્રાદેશિક સ્તરે અને પછી વૈશ્ર્વિક સ્તરે ફેલાઈ છે. બહુ જ ઝડપથી ફેલાતો હોવાથી આ રોગને પ્રસરતો અટકાવવા ખૂબજ જરૂરી છે. તેના માટે લોકોએ ઉકાળેલું પાણી જ પીવું જોઈ દસ તુલસીના પાન અને બે મરીના દાણા સાથે પાણીમાં ઉકાળીને ઉકાળો બનાવી પીવું જોઈએ અને શરદી-ખાંસી ન થાય તેની તકેદારી રાખવી જોઈએ સાથે સુદર્શન ચૂર્ણ કે સુદર્શન ધનવટીનો ઉપયોગ કરવો જોઈએ સાથે ઘરનો તાજો ખોરાક જ લેવો જોઈએ વારંવાર સાબુ વડે હાથ ધોવા જોઈએ, હેન્ડ સેનેટાઈઝરનો વારંવાર ઉપયોગ કરવો જોઈએ અને ખાસ કરીને કોઈ સાથે હાથ ન મિલાવવા નમસ્તે કરવું જોઈએ બસ આવી નાની નાની વાતોનું ધ્યાન રાખવાથી જ આ બિમારીથી બચી શકાય છે.