વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના સામે ભારતમાં સવિશેષ કાળજી અને આવનારી લહેર સામે વ્યાપક રસીકરણ ઝુંબેશ માં મળેલી વૈશ્વિક સફલતાબાદ હવે તહેવારોના સમાપન પછી નવા વર્ષના પ્રારંભિક તબક્કામાં  વિશ્વના કેટલાક દેશોમાં ફરીથી કોરોના નું નવું વેરિઅંટ હાહાકાર મચાવવાની ફિરાકમાં છે, ત્યારે સો કરોડ ડોજની સિદ્ધિપ્રાપ્ત કરનાર ભારતમાં જોકે કોવીડ ૧૯નો કોઈ ગજ વાગવાનો નથી, તહેવારોમાં ઉભી થયેલી અને ક્યાંક ક્યાંક દાખવેલી  બેદરકારીના કારણે  કોરોના ના કેસ માં ઉછાળો જોવા મળી રહ્યો છે,

પહેલો કે બીજો નહીં ભારતમાં ટૂંક સમયમાં રસીકરણનો ત્રીજો ડોઝ શરૂ થવાનો છે, અન્ય દેશ કરતાં ભારતની સ્થિતિ અનેક ગણી સારી છે ,ગભરાવવાની જરૂર નથી, પરંતુ સાવચેતી અનિવાર્ય છે, છેલ્લા દોઢેક વર્ષથી સમગ્ર વિશ્વમાં કોરોના એ મચાવેલા હાહાકાર નો વાયરો હવે ધીરે ધીરે શાંત થઈ રહ્યો છે પરંતુ વૈજ્ઞાનિકોના મતે કોરોના માનવજાતનો જલ્દીથી પીછો છોડે તેમ નથી, આથી કોરોના વયો ગયો છે,

હવે આવે નહીં તેવી બેદરકારી પાલવે તેમ નથી, કોવી ડ સામે ટક્કર લેવામાં ભારત સમગ્ર વિશ્વમાં આગળ પડતું રહ્યું છે, વિશાળ જનસંખ્યા અને ગીચ વસ્તી ધરાવતા શહેરોમાં પણ કોરોના ને સમયસર નાથવામાં સફળતા મેળવવાના યશ નો આપણો દેશ ખરો અધિકારી બન્યોછે, શહેરીવિસ્તારો, ગ્રામ્ય વિસ્તારો અને મુંબઈની ધારાવીજેવી એશિયાની સૌથી ગીચ ઝૂપડ પટ્ટીમાં પણકોરોના નાથવામાંતંત્ર સફળ રહ્યું છે,

ત્યારે તહેવારો બાદ ફરીથી જાહેર થયેલા કેસમાં સોશિયલ પેનીક ઉભા કરવાના બદલે સાવચેતી રાખવી અનિવાર્ય બની છે ,વિશ્વ પર ત્રીજી લહેરનો ખતરો ઉભો થયો છે, પરંતુ આપણે એ સ્થિતિ અંગે વધુ ચિંતા કરવા જેવું નથી પરંતુ અવશ્ય પણસાવચેતી અનિવાર્ય બની છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.