સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના નિર્દેશ મુજબ રાજકોટ ફેમિલી કોર્ટમાં મહિલાઓની જાતીય સતામણીની ઘટનાઓને અટકાવવા અને નિવારવા રાજકોટ ફેમિલી કોર્ટમા સાત સભ્યોની સેક્સ્યુલ હેરેશમેન્ટ ઓફ વુમન કમિટીની રચના કરવામાં આવી છે
સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના આદેશ મુજબ રાજકોટ ફેમિલી કોર્ટમાં ફરજ બજાવતી મહિલાઓની જાતીય સતામણીને અટકાવવા અને તેના નિવારણ માટે રાજકોટ ફેમિલી કોર્ટના પ્રિન્સિપલ ફેમિલી ડિસ્ટ્રીકટ જજ ડી.જે.છાટબાર દ્વારા સેક્સ્યુલ હેરેશમેન્ટ ઓફ વુમન કમિટીની રચના કરવામાં આવી છે. જે કમિટીમાં રાજકોટ ફેમિલી કોર્ટના જજ કે એન.મેઘાત , બાર એસોે.ના પ્રમુખ બકુલ રાજાણી, મહિલા એડવોકેટ કોમલબેન વી. રાવલ, વંદનાબેન પોપટ, કોમલબેન કોટક, ફેમિલી કોર્ટના રજીસ્ટાર પી.વી.દવે અને ફેમિલી કોર્ટના ગુજરાત સ્ટેનો જી.આર.આઈ. ડી.જે.જોષીની નિમણૂક કરવામાં આવી છેે.
આ કમિટીની નિમણૂકના ઓર્ડરની નકલ હાઇકોર્ટ, રાજકોટ કલેકટર અને રાજકોટ કમિશ્નર કચેરી સહિત 16 જગ્યાએ મોકલાઇ છે. રાજકોટમાં સેક્સ્યુલ હેરેશમેન્ટ ઓફ વુમન કમિટીની નિમણૂક થતા રાજકોટના સિનિયર જુનિયર વકીલોએ કમીટી મેમ્બરને શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા.