• યુવા અવસ્થાએ વધતા જતા હૃદય રોગના હુમલા પાછળ બેડ કોલેસ્ટ્રોલની વિલનની ભૂમિકા, કોલેસ્ટ્રોલ અંગેની સાવચેતી અકાળે કપાતી જીવન રેખા બચાવી શકે

કહેવત છે કે ખાધું પીધું ખંભે આવે.. આરોગ્યપ્રદ જીવન અને સશક્ત બાંધા શક્તિ માટે પોષણક્ષમ આહાર અનિવાર્ય છે પરંતુ હવે બદલાયેલા યુગની જીવનશૈલી માં સમજ વગરનું ખાધું પીધું જ જીવન માટે જોખમી બની રહ્યું છે યુવાવસ્થામાં વધતા જતા હૃદય રોગના હુમલા પાછળ કોલેસ્ટ્રોલની ભૂમિકા અંગે હવે સાવચેતી અનિવાર્ય બની છે

યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે તબીબી ભાષામાં કહીએ તો હૃદય રોગના ના વધતા જતા પ્રમાણ પાછળ ઘણા કારણ જવાબદાર છે તેમાં કોઈ એક કારણ નક્કી કરવું મુશ્કેલ છે પરંતુ હૃદય રોગ માટે એક પરિબળ સામાન્ય છે જે કોલેસ્ટ્રોલનું અસામાન્ય પ્રમાણ ચરબી જેવા પદાર્થ નું સેવન હૃદય રોગ માટે જોખમી બને છે શરીર માટે કોલેસ્ટ્રોલ દિવસે દિવસે વધુને વધુ જોખમી બનતું જતું હોવાનું તાજેતરમાં આવેલા એક સંશોધન પત્રમાં જણાવ્યું છે

દિલ્હીની જીબી પંથ હોસ્પિટલના કારિયોલોજી પ્રોફેસર ડોક્ટર મોહિત ગુપ્તા નું કહેવું છે કે 40 થી ઓછી ઉંમરના 70% થી વધુ દર્દીઓ ને હૃદય રોગ પાછળ વધુ પડતું કોલેસ્ટ્રોલ જવાબદાર હોય છે જેનું નિદાન થતું નથી અને દર્દી માટે જીવલેણ બની જાય છે 40 થી 60 વર્ષની ઉંમરમાં અસાધારણ રીતે વધુ કોલેસ્ટ્રોલ ધરાવતા લોકોમાં હૃદય રોગ નું જોખમ વધુ જોવા મળે છે.

સમયસર લિપિડિસની ચકાસણી કરતું રહેવું જોઈએ

હૃદય રોગનું જોખમ અને કોલેસ્ટ્રોલની સમસ્યા થી બચવા માટે દરેક વ્યક્તિએ સમયાંતરે લિપિડિસ ટેસ્ટ કરાવતું રહેવું જોઈએ ખોરાકમાં વધુ હોય તેટલું કોલેસ્ટ્રોલ નળીઓમાં જામતું હોય છે સમયસર નું નિદાન ન થાય તો તે હૃદય રોગ નોતરી શકે છે એટલે સમયસર કોલેસ્ટ્રોલ નું પ્રમાણ મપાવતું રહેવું જોઈએ કોલેસ્ટ્રોલ અત્યારે કઈ સ્થિતિમાં છે કેટલું વધે છે વધુ અટકાવવા માટે શું કરવું તે માટે લિપિડ પ્રોફાઈલ કરાવતું રહેવું જોઈએ

સારા કોલેસ્ટ્રોલ નું પ્રમાણ શરીરમાં કેટલું હોવું જોઈએ?

કાર્ડિયોલોજિકલ સોસાયટી ઑફ ઇન્ડિયાએ તાજેતરમાં ભારતીય વસ્તીને ધ્યાનમાં લઇ  લિપિડ મેનેજમેન્ટ ના અહેવાલને પ્રકાશિત કરી જણાવ્યું હતું કે એલ ડી એલ સી નું અસ્તર 70%  દિશાનિર્દેશો અનુસાર, એલડીએલ-સીનું સ્તર 70 એમજી/ડીએલ અને નોન-એચડીએલ-સી, 100 એમજી/ડીએલથી ઓછું કરવું જોઈએ. સફદરજંગ હોસ્પિટલ, દિલ્હીના પ્રોફેસર ડો. પ્રીતિ ગુપ્તા કહે છે કે, 18 વર્ષની ઉંમરે શરૂ થતી કોલેસ્ટ્રોલ તપાસ, દવાઓનું પાલન અને તંદુરસ્ત જીવનશૈલીમાં ફેરફાર સાથે, કઉક કોલેસ્ટ્રોલ ઘટાડી શકે છે અને હૃદય રોગનું જોખમ ઘટાડી શકે છે.

કોલેસ્ટ્રોલના બે પ્રકાર એક ફાયદાકારક અને એક જોખમી

હૃદય રોગ માટે કોલેસ્ટ્રોલ ને કરણ ભુત ગણવામાં આવે છે પરંતુ કોલેસ્ટ્રોલ માં બે પ્રકાર છે એક શરીર માટે ફાયદાકારક અને બીજો જોખમી એલડીએલ એટલે કે લો ડેન્સિટી લીપો પ્રોટીન ઓછી ઘનતાવાળા લિપ્રો પ્રોટીનને જોખમી કોલેસ્ટ્રોલ માનવામાં આવે છે તે ચરબી ના રૂપમાં શરીરની રક્તકેશિકાઓ અને ધમનીને બંધ કરી દે છે વિલન હોય ત્યાં હીરો પણ હોવો જોઈએ એચડી એલ એટલે કે ઉચ્ચ ઘનતાવાળા લીપો પ્રોટીન શરીર માટે ફાયદા રૂપ હોય છે કારણ કે તે લોહીને ફિલ્ટર કરીને સફાઈ કામદારની ગરજ સારે છે વધારાની ચરબી અને ખરાબ કોલેસ્ટ્રોલ સામે એચએલડી સુરક્ષા નું કામ કરતું હોવાથી આ કોલેસ્ટ્રોલ શરીર માટે ફાયદાકારક ગણાય

ખોરાકમાંથી કોલેસ્ટ્રોલ અંગે ની અલગ અલગ માન્યતાઓ પ્રવૃત્તિ રહી છે મુખ્યત્વે એવું માનવામાં આવે છે કે ખોરાક ખાવાથી કોલેસ્ટ્રોલ વધે છે કોલેસ્ટ્રોલ માટે ચરબીવાળો ખોરાક કારણભૂત માનવામાં આવે છે કોલેસ્ટ્રોલ માટે તાપમાન અને શરીરના અંત:સ્ત્રાવો પણ ભાગ ભજવે છે. યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) મુજબ, જો આપણે શરીર ઉપયોગ કરી શકે તેના કરતાં વધુ કોલેસ્ટ્રોલ લઈએ, તો વધારાનું કોલેસ્ટ્રોલ હૃદય સહિત ધમનીઓની દિવાલોમાં જમા થઈ શકે છે. આનાથી ધમનીઓ સાંકડી થાય છે અને હૃદય, મગજ, કિડની અને શરીરના અન્ય ભાગોમાં લોહીનો પ્રવાહ ઘટાડી શકે છે

ગુડ કોલેસ્ટ્રોલ ડેડ કોલેસ્ટ્રોલ સાથે ત્રીજા પ્રકારનું કોલેસ્ટ્રોલ પણ જણાય છે મહત્વનું

શરીર માટે કોલેસ્ટ્રોલ નું સંતુલન ખૂબ જ અનિવાર્ય માનવામાં આવે છે પ્રોટીન એ અને લિપો પ્રોટીન બી ની જેમ ત્રીજા પ્રકારનું કોલેસ્ટ્રોલ પણ મહત્વ ધરાવ. કરંટ મેડિકલ રિસર્ચ એન્ડ ઓપિનિયનમાં પ્રકાશિત થયેલ એક તાજેતરનો અભ્યાસ માં જણાવ્યું છે કે  લિપોપ્રોટીન (એ) ના વધેલા સ્તરો પણ 60 કે તેથી વધુ વયના લોકોમાં પુનરાવર્તિત સીએચડીના જોખમને વધારવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવે છે. સિડની યુનિવર્સિટી ઓફ ન્યુ સાઉથ વેલ્સ ખાતેના મુખ્ય લેખક અને સહયોગી પ્રોફેસર લિયોન સિમોન્સ નોંધે છે કે, “આ શોધ વધેલા કા(ફ) અને પુનરાવર્તિત ઈઇંઉના જોખમ વચ્ચેના સંબંધોના વધતા પુરાવામાં ઉમેરો કરે છે.” તે સારી રીતે સ્થાપિત છે કે જે લોકો પહેલાથી જ ઈઇંઉ નો અનુભવ કરી ચૂક્યા છે તેઓને બીજી ઘટનાનું ખૂબ જ જોખમ છે. અમારા નવા પરિણામો સૂચવે છે કે વિકાસમાં નવી થેરાપ્યુટિક્સ કે જે એલિવેટેડ કા(ફ) ને ઘટાડવાનું લક્ષ્ય રાખે છે તે પુનરાવર્તિત હૃદય રોગને રોકવામાં મદદ કરી શકે છે. જો કે, એલિવેટેડ કા(ફ) ને ઘટાડવા માટે ઉપચારના સંભવિત ક્લિનિકલ લાભની પુષ્ટિ થવાની બાકી છે.”

ફોર્ટિસ એસ્કોર્ટ્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ, નવી દિલ્હીના અધ્યક્ષ ડો. અશોક સેઠ કહે છે કે કા(ફ) મેનેજમેન્ટ માટેની ક્લિનિકલ થેરાપી વિશ્વના કેટલાક ભાગોમાં ઉપલબ્ધ છે પરંતુ તે ખૂબ ખર્ચાળ છે. તેઓ ઉમેરે છે કે, “નવીન્ય ઉપચારો જ્યાં સુધી પોસાય તેવા ભાવે વ્યાપકપણે ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી અન્ય જાણીતા જોખમી પરિબળોને ઘટાડવા માટે ઉપલબ્ધ દવાઓ અને જીવનશૈલી દરમિયાનગીરીઓનો મહત્તમ ઉપયોગ સુનિશ્ચિત

કરવો વધુ સમજદારીભર્યું છે.” ઇન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલ નવી દિલ્હીના સિનિયર કાર્ડોલોજી ક્ધસલ્ટન્ટ ડોક્ટર મુકેશ ગોહિલ નું કહેવાનું છે કે માત્ર દવાઓ ના ઉપયોગ સિવાય કોલેસ્ટ્રોલ ને નિયંત્રિત કરવા શીખવું જોઈએ જીવનશૈલી નો બદલાવ જરૂરી છે સાથે સાથે જાડા ધામ કઠોળ ફળમાંથી ફાઇબર લેવું જોઈએ એવો કોડો બદામ અને ઓલિવ તેલ માંથી પણ લિપિડ પ્રોફાઈલ સુધારી શકાય એચડીએલ વધારવા અને એલડીએલ ઘટાડવામાં ફાઇબર મહત્વની ભૂમિકા ભજવી શકે ડોક્ટર ગોયલ નું કહેવું છે કે ધુમ્રપાન છોડવાથી લિપિડ સ્તર અને સમગ્ર હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે જીવનશૈલી બદલવાથી પણ ફાયદો થઈ શકે છે યુવા અવસ્થાએ આવતા હૃદય રોગના હુમલા થી બચવા માટે કોલેસ્ટ્રોલ નું નિયંત્રણ આવશ્યક ગણવામાં આવે છે જો સારી રીતે વધુ જીવવું હોય તો ખાવાનું કેટલું ખાવું તેનું મહત્વ રાખવાના બદલે કેવું ખાવું એ ઓળખી લેવાની જરૂર છે બધા કોલેસ્ટ્રોલ ખરાબ હોતા નથી સારા કોલેસ્ટ્રોલ ખોરાકમાંથી મળે તે માટે પણ સત્ય જ રહેવું જોઈએ

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.