ઈશ્વરે માનવશરીરની રચના અદ્ભૂત કરી છે. માનવદેહ પર બનેલા કેટલાક ચિન્હો અથવા નિશાન કંઈને કંઈ સૂચન કરે છે. પછી તે જયોતિષશાસ્ત્ર પર આધારિત હોય કે સ્વાસ્થ્ય સંબંધી બાબત હોય, પણ એ જાણકારી અથવા સૂચનથી જો આપણે માહિતગાર હોયતો સરળતા રહે છે. તો ચાલો આજે આપણે નખ પરતા અર્ધચંદ્રકાર નિશાનનો સ્વાસ્થ્ય સાથે શું સંબંધ છે. તેના વિશે જાણકારી મેળવીએ.
નખ હાથ પગને સંપૂર્ણ બનાવે છે. અને સુંદરતાને પણ વધારે છે. આજે આપણે નખ પર બનેલા એક ખાસ ચિહ્ન માટે વાત કરીશું. દરેક લોકાના નખ અલગ અલગ હોય છે. પછી એ હાથના હોય કે પગના, એના આકાર અને સાઇઝમાં ફરક હોય છે. પરંતુ એક ચીજ કોમન છે આ નખ પર બનેલો અર્ધચંદ્રાકાર.. આ નિશાન દરેક લોકાના નખ પર જોવા મળે છે. આ રીયલમાં સફેદ રંગનો હોતો નથી. આ નખના કારણે સફેદ રંગના જોવા મળે છે. હકીકતમાં આ નિશાનની નીચેની સ્કીન પર જોડાયેલા તત્વો મળી આવે છે, પરંતુ એના કારણે એ ઢંકાઇ જાય છે.
સામાન્ય રીતે આ નિશાન હાથના અંગૂઠા પર જ જોવા મળે છે. જો કે વિશેષજ્ઞોએ આ ચંદ્રકાર માટે જણાવ્યું છે કે આપણાં સ્વાસ્થ્ય માટે જાણકારી આપે છે. આપણું શરીર કેટલું મજબૂત છે, એના માટે જણાવે છે.
કોઇના નખ પર આ નિશાન બરોબર જોવા મળેતો એ વ્યક્તિ પૂરી રીતે સ્વસ્થ છે.એવુ મનાય છે. કોઇના નખ પર આ નિશાન ઓછુ જોવા મળે તો એ વ્યક્તિ શારીરિક રૂપથી નબળીછે એવુ મનાય છે.