ઘણા લોકો એવા હોય છે જે દવા લેવ સમયે દવા પાણી પીધા વગર જ ગોળી ગળી જતાં હોય છે. અને ઘણા લોકો ઉતાવળના સમયમાં આ રીતે દવા લેવાનું રાખતા હોય છે તો શું એવું કરવું તેના સ્વસ્થ્ય માટે હિતાવહ છે કે નહીં …???
આ બાબતે એક રિસર્ચ પણ કરવામાં આવ્યું છે અને એ રિસર્ચના અનુસંધાને એવું તારણ આવ્યું છે કે વગર પાણીએ દવા લેવી એ સ્વાસ્થય માટે હિતાવહ નથી.
જ્યારે આપણે દવા લીવા સમયે તેને ગળે ઉતારવા માટે પાણી નથી પિતા અને એમને એમજ ઊતરીએ છીએ ત્યારે દવા અન્નનળી સાથે ઘસાય છે અને તેને નુકશાન પહોચાળે છે.અન્ન નળી મોઢા અને પેટની વચ્ચે એક આવેલી હોય છે જે આહારને મોઢાથી પેટ સુધી પહોચાળે છે.
આ ઉપરાંત એવું પણ જાણવા મળ્યું છે કે પાણી વગર કોઈ દવા લેવાથી તે અન્નનળીમાં ચોંટી જાય છે ,જેના કારણે અન્નનળીમાં સંક્રમણ થયી શકે છે અથવા તો અન્નનળીમાં બળતરા પણ ઉત્પન્ન થાય છે. અને બાદમાં તેના કારણે છાતીમાં પણ દૂ:ખાવો અને બળતરા થયી શકે છે.
તમે જે દવા પાણી વગર લ્યો છો એ દવાની સાઇઝ પણ તમારી મુશ્કેલીનું પ્રમાણ દર્શાવે છે. જો કોઈ મોટી ટેબલેટ કે કેપ્સુયલ તમે પાણી લીધા વગર ગળવાનું રાખો છો તો તેના કારણે અન્નનળી ડેમેજ થાય છે અને તેમાથી રક્ત પણ વહે છે. બહુ ઓછા લોકો એ વાત જાણતા હોય છે કે આ રીતે પાણી વગર દવા લેવાથી અલ્સર પણ થાય છે.
એવી કેટલીય ટેબલેટ હોય છે જેને સરળતાથી ચાવીને ગળે ઉતારી શકાય છે જેમાં વિટામિન સી નો પણ સમાવેશ થાય છે પરંતુ એ બાબતે થયેલા એક સંશોધન મુજબ વિટામિન સી ની ટેબલેટ ચાવી લેવા છતાં તેને લીધા બાદ પાણી પીવું જરૂરી છે.
એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે પણ દવા ળેયો છો ત્યારે ઓછામાં ઓછું એક ગ્લાસ પાણી પીવું જોઈએ. તેમજ ક્યારે પણ સૂતા સૂતા દવા ન પીવી જોઈએ, એવું કરવાથી એ અન્નનળીમાં અટવાઈ શકે છે અથવા તો ચોંટી જાય છે. હમેશા એવો કોશિશ કરવી જોઈએ કે દવા બેઠા બેઠા જ લઇ શકો.