ચોમાસું ઉનાળાની ગરમી, બફારામાંથી ખૂબ રાહત આપે છે. પરંતુ તેની સાથે મચ્છરજન્ય રોગ પણ આવે છે. મચ્છરોનો ઉદભવ સ્વચ્છ અને સ્થિર પાણીમાં થાય છે. આથી ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગો ફેલાવાનું મહત્વનું કારણ વરસાદી પાણી જ બને છે આ કારણસર જ ચોમાસાની ઋતુમાં આવા રોગો વધુ પ્રસરે છે..!! હાલ એક તો કોરોના અને એમાં પણ ડેન્ગ્યુ, મેલેરિયા જેવી બીમારીઓ ફેલાતા તંત્ર તેમજ લોકો ભયભીત થયા છે.

પરંતુ હાલના સમયમાં ડેન્ગ્યુ વધુ ઘાતક બની રહ્યો છે. કોરોનાની જેમ ડેન્ગ્યુએ પણ પોતાનો કલર બદલ્યો છે. જેના કારણે ડેન્ગ્યુનો ડંખ વધુ ઘાતકી સાબિત થઇ રહ્યો છે. ડેન્ગ્યુનો નવો D2 નામનો સ્ટ્રેઈન સામે આવતા કેસ ઝડપભેર વધી રહ્યા છે તેમજ દર્દીઓમાં ગંભીર લક્ષણો દેખાઈ રહ્યા છે.

દર વર્ષે દેશના વિવિધ ભાગોમાંથી ડેન્ગ્યુ, એન્સેફાલીટીસ, મેલેરિયા, ટાઇફોઇડ અને અન્ય મચ્છરજન્ય રોગોના હજારો કેસ નોંધાય છે. આ વર્ષે ડેન્ગ્યુ વાયરસ (DENV)ના નવા સ્ટ્રેઈનના કારણે  અનેક વિસ્તારોમાં ડેન્ગ્યુ ફાટી નીકળવાની સ્થિતિ ગંભીર બની છે. દેશના 11થી વધુ રાજ્યોમાં ડેન્ગ્યુનો નવો પ્રકાર જોવા મળ્યો છે જે આરોગ્ય નિષ્ણાતો માટે મોટી ચિંતાનો વિષય બની ગયો છે. જો કે, ડેન્ગ્યુનો પ્રકોપ અંકુશમાં છે.

ડેન્ગ્યુ DENV 2 ના નવા વેરિઅન્ટને કારણે ગંભીર લક્ષણો જોવા મળી રહ્યા છે. જેમાં ખૂબ ઊંચો તાવ અને રક્તસ્ત્રાવનો સમાવેશ છે. ડેન્ગ્યુ વાયરસના DENV-1, DENV-2, DENV-3 અને DENV-4, DENV 2 અથવા સ્ટ્રેન D2ને સૌથી ગંભીર માનવામાં આવે છે. અને તે જીવલેણ આંતરિક રક્તસ્રાવ અને આઘાત તરફ દોરી શકે છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડાયરેક્ટર જનરલ ડો.બલરામ ભાર્ગવે આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે તાવ ખાસ કરીને ઊંચો હોય છે. આના કારણે જ પશ્ચિમ યુપીના જિલ્લાઓ ફિરોઝાબાદ, આગ્રા, મથુરા અને અલીગમાં ઘણા લોકોના મોત થયા છે.

IANS સાથે વાત કરતા RGSS હોસ્પિટલના ડિરેક્ટરે કહ્યું કે સૌથી મહત્વની સાવચેતી એ છે કે તમારી આસપાસ પાણી સ્થિર ન થવા દો અને ફુલ સ્લીવ ડ્રેસનો ઉપયોગ કરો. તેમણે ચેતવણી આપી હતી કે આ પ્રકારના મચ્છર સામાન્ય રીતે દિવસના સમયે કરડે છે, તેથી આપણે તેની વિશેષ કાળજી લેવાની જરૂર છે. અન્ય ડૉ. શેરવાલે કહ્યું કે આ માત્ર ડેન્ગ્યુના પ્રકારો છે જેમાં વધુ કે ઓછા સમાન લક્ષણો અને નિવારણની સમાન પેટર્ન પણ છે.

મચ્છરજન્ય રોગોથી કેવી રીતે સુરક્ષિત રહેવું..??

  • તમારા ઘરમાં અને આજુબાજુ ક્યાંય પણ પાણી સ્થિર ન થવા દો. સ્થિર પાણી મચ્છરો માટે ઉત્તમ સંવર્ધન સ્થળ છે.
  • તમારી આજુબાજુના સ્થળોને સ્વચ્છ રાખો. મચ્છર હંમેશા ઘાસ, હોલો લોગ અને કચરામાં રહેલા હોય છે.
  • સાંજના સમયે ઘરના દરવાજા અને બારીઓ બંધ રાખો.
  • જ્યારે તમે સાંજે બહાર જાવ ત્યારે ફુલ સ્લીવ્ઝના કપડાં પહેરો.
  • તંદુરસ્ત ખાવું અને પુષ્કળ પાણી પીવું. આવા રોગોથી બચવા માટે તમારા ખોરાકને ઢાંકી રાખો

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.