ગુજરાતમાં પણ બર્ડ ફ્લુની દહેશત અનેક જિલ્લામાં જોવા મળી રહી છે. રાજકોટ શહેરમાં આજે 6 જેટલા પક્ષીઓના મૃત્યુ થયા હોવાની માહિતી સામે આવી છે જેમાં પક્ષીઓને બર્ડ ફ્લુની આશંકા સેવામાં આવી રહી છે.
રાજકોટ જિલ્લા ગાર્ડન ખાતે આજે વહેલી સવારે 6 જેટલા રોજી સ્ટાર્લિંગ નામના પક્ષીઓના બર્ડ ફલૂના કારણે મૃત્યુ થયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. ગાર્ડન ખાતે વોકિંગ કરવા આવેલ જાગૃત નાગરિક દ્વારા મૃત હાલતમાં પક્ષીને જોતા પોલીસ કંટ્રોલ રૂમ માં જાણ કરવામાં આવી હતી જે આધારે ભક્તિનગર પોલીસ સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી એનિમલ હેલ્પલાઇનને જાણ કરવામાં આવી હતી જેમાં પશુ ડોક્ટરે પક્ષીને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. હાલ પોલીસે પંચનામું કરી પક્ષીઓને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે જે રિપોર્ટ આવ્યા બાદ પક્ષીઓના મોત નું સાચું કારણ સામે આવશે. ઉલ્લેખનિય છે કે ગઇકાલે પણ જિલ્લા ગાર્ડન ખાતે 2 પક્ષીના મોત થયા હતા અને આજે પણ 6 પક્ષીના મોત થી ભયનો માહોલ છવાયો છે.