ભારતમાં વસ્તી વધારાના નિયમન માટે નાનું કુટુંબ સુખી કુટુંબ એવી વિચારધારા પ્રસરાવી છે પરંતુ માત્ર વસ્તી વધારો જ નહિ, બે કરતા વધુ બાળક માતાના સ્વાસ્થ્યને પણ જોખમરૂપ સાબિત થાય છે. એવું એક અભ્યાસ દ્વારા જાણવામાં આવ્યું છે. વર્તમાન સમયની વાત કરીએ તો એવી માતાઓ હજુ પણ છે જેને બે કરતા વધુ બાળકો હોય.પરંતુ ભગવાનની એ કૃપામાં માનતા લોકો એ નથી જાણતા કે એ માતાના સ્વાસ્થ્ય માટે કેટલું જોખમ ઉભું કરે છે. તો કે આ પરિસ્થિતિ માતા માટે કેવા જોખમો ઉભા કરે છે…
યુ.કે.ની કેમ્બેજ યુનિવર્સીટીના છાત્રો દ્વારા કરવાં આવેલા અભ્યાસ મુજબ 45-64 વયની 8000 સ્ત્રીઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો જેમાં બે કરતા વધુ બાળક ધરાવતી માતાઓને હ્યદયની બીમારી થવાની શક્યતાઓ વધી જાય છે. જેના માટે જયારે બાળકનો જન્મ થાય છે ત્યારે માતાના હ્યદયમાં પ્રેસર વધુ આવે છે, જે બાબત પ્રત્યે હજુ કઈ ખાસ ધ્યાન દેવાતું નથી, અને સાથે સાથે જેમ બાળકો વધે છે તેમ તેમ માતાની જવાબદારીઓ પણ વધતી જાય છે.જેના કારણે માતા તેના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બને છે.
આ ઉપરાંત એ પણ જાણવા મળ્યું છે કે, બે કરતા ઓછા બાળક ધરાવતી માતાઓની તુલનાએ જે સ્ત્રીઓને ત્રણ કે તેથી વધુ બાળક હોઈ છે તેને હ્યદયની બીમારીઓ થવાની શક્યતા 30% વધી જાય છે.
તો ભારતનું નાનું કુટુંબ સુખી કુટુંબની પોલિસી માત્ર વાતિવધારાને જ નહિ પરંતુ માતાના સ્વાસ્થ્યને લાભદાયી છે.