વડાપ્રધાન મોદીના હસ્તે મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં નામીબીયાથી લવાયેલા ચિત્તા મુકવામાં આવ્યા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ ચિત્તાના મૃત્યુ થયી રહય છે. એક પછી એક એમ ત્રણ બચ્ચા સહીત નવ ચિત્તા મૃત્યુ પામ્યા છે. એમ ફરી એક દુખના સમાચાર સામે આવ્યા છે. કુનોમાં માદા ચિત્તા ધાત્રીનો મૃતદેહ મળી આવ્યો છે.
છેલ્લા કેટલાક દિવસથી માળા ચિત્તા ગાયબ હતી અને બુધવારે સવારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આ સમાચારથી કુનો વિસ્તારમાં નિરાશાનો માહોલ છવાયો હતો.ધાત્રીના મૃત્યુ બાદ હવે કુનોમાં એક બચ્ચા સહીત ૧૫ ચિત્તા બચ્યા છે. માળા ચિત્તા ધાત્રીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. એક પછી એક ચિત્તાના મોત થાવનું કર હજુ અકબંધ છે.