ફેબ્રુઆરી 2021 પછી ગત ઓકટોબરમાં સૌથી વધુ કર્મચારીઓની છટણી કરાઇ
મિેંદના વમળમાં ફસાયેલા અમેરિકામાં દિન પ્રતિદિન સ્થિતિ કથળતાં જાય છે, ગત ઓકટોબર માસમાં જ અલગ અલગ કોર્પોરેટ કંપનીઓમાંથી 33 હજાર જેટલા કામદારોને નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે.
એમેઝોન, ટવીટ્ટર, ફેસબુકમાંથી અનેક કર્મચારીઓની છટણી કરાઇ હોવાના સમાચાર હજુ તાજા જ છે ત્યાં વધુ એક સમાચાર બહાર આવ્યા છે કે ફેબ્રુઆરી 2021 પણ ગત ઓકટોબરમાં છુટા કરાયેલા આશરે 33,843 કર્મચારીઓનો આંક સૌથી વધુ હોવાનું જાવાય છે.
માઇક્રોસોફટ જેવી મોટી કંપનીએ 1 હજાર જેવા કર્મીઓની અલગ અલગ વિભાગમાંથી છટણી કરી છે.
ફાર્માસ્યુટીકલ ક્ષેત્ર પણ આ મંદિનો સામનો કરી રહ્યું છે, ચીફ એકઝીકયુટીવ ઓફીસર જોસેફ વોક કહે છે ફાર્માસ્યુટેકલ ક્ષેત્રમાંથી પણ આગામી ટુંક સમયમાં ‘કટ ઓફ’ એટલે કે કર્મચારીઓને છુટા કરવા પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.