ચેમ્પિયન્સ ટ્રોફિની ફાઈનલમાં પાકિસ્તાન સામે ભારતની શરણાગતિ: હોકીમાં પાક.ને કચડી ભારતનો હોકી લીગની કવાર્ટર ફાઈનલમાં ધમાકેદાર પ્રવેશ
લંડનમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મોટો જંગ ખેલાયો હતો. જેમાં એક તરફ ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ એકબીજા સો અડાઈ હતી તો બીજી તરફ હોકીમાં બન્ને ટીમો હાઈવોલ્ટેજ મેચમાં અડાઈ હતી. ક્રિકેટ મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતી પાકિસ્તાનને પ્રમ બેટીંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. જેમાં પાકિસ્તાન તરફી ધમાકેદાર બેટીંગનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેનાં જવાબમાં ભારતીય ટીમ દબાણમાં આવી ગઈ હતી અને ૩૩૯ના સ્કોર સુધી પહોંચવું આકરું બની ગયું હતું. વધુ પડતા આત્મવિશ્ર્વાસ સો મેદાને ઉતરેલી ભારતીય ટીમનું ૧૮૦ રને જ ફિંડલું વળી ગયું હતું. બીજી તરફ એક વખત ભારત સામે હાર ચાખ્યા બાદ પાકિસ્તાન વધુ મહેનતી મેદાનમાં ઉતર્યું હતું અને દબાણમાં આવ્યા વિના ફિલ્ડીંગ, બેટીંગ અને બોલીંગ તમામ કક્ષાએ પુરતી કાળજી રાખી હતી.
એકતરફ ભારતીય ક્રિકેટ ટીમને પાકિસ્તાનીઓ ધોકાવી રહ્યાં હતા તો બીજી તરફ વર્લ્ડ હોકી લીગમાં ભારતે પાકિસ્તાન સામે ૭-૧ી મોટો વિજય મેળવ્યો હતો. આ બન્ને મેચો માટે રવિવારે ખેલ જગતમાં ભારે રોમાન્ચ ફેલાયો હતો. પરંતુ ક્રિકેટમાં ભારતીય ટીમ કઈ ખાસ ઉકાળી શકી ન હતી અને ખુબ ભૂંડી રીતે હારનો સામનો કરવો પડયો હતો. ચેમ્પિયન્સ ટ્રોફિના આ ફાઈનલ મેચમાં પાકિસ્તાની બેટધર ફખર જમાનની સદી ભારત માટે પડકાર સમાન બની ગઈ હતી. ભારતીય બેટીંગ લાઈન અપ શ‚આતી જ દબાણમાં હોય તેવું લાગી રહ્યું હતું અને પાકિસ્તાનની બોલીંગ સામે હાર્દિક પંડયા સીવાય કોઈ પણ બેટ્સમેનો ટકી શકયા ન હતા.
તો બીજી તરફ બેટીંગમાં ઉતરેલી પાકિસ્તાની ટીમે ભારતની નબળી બોલીંગ અને ફિલ્ડીંગનો ફાયદો ઉઠાવતા ૩૩૮નો રનનો જંગી ઝુમલો ખડકી દીધો હતો. આ પડકારનો પીછો કરવાના દબાણમાં ભારતના ટોપ ઓર્ડરનો ધબડકો તા સ્કોર ૫૪ રનમાં ૫ વિકેટ ઈ ગયો હતો. આખરે ભારત ૧૫૮ રનમાં ઓલઆઉટ ઈ ગયુંં હતું. ભારત તરફી એક માત્ર હાર્દિક પંડયાએ લડત આપતા ૪૩ બોલમાં ૪ ચોગ્ગા અને ૬ છગ્ગા સો ૭૬ રન ફટકાર્યા હતા.
ચેમ્પિયન્સ ટ્રોફિની હાઈપ્રોફાઈલ મેચમાં ભારતની નાલેશીભરી હાર ઈ હતી. તો બીજી તરફ લંડનમાં જ રમાયેલી હોકીની મેચમાં પાકિસ્તાન ભારત સામે વામણુ સાબીત યું હતું. ભારતના હોકી ખેલાડીઓએ જોરદાર પ્રદર્શન કરતા ૭/૧ના સ્કોરી પાકિસ્તાનને કચડયું હતું. આ જીતની સો ભારતે ટૂર્નામેન્ટમાં સતત ત્રીજો વિજય મેળવીને કવાટર ફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે.