માણાવદરમાં છેલ્લા ધણા સમયથી શહેરમાં રખડતી ગાયો અને ધણખુંટો નો મોટો જમાવડો જમા થઇ રહયો છે પોતાની ભુખ સંતોષવા આવી ગયો અને ધણખુંટો પ્લાસ્ટિક ના ઝભલા અને કોહવાયેલ કચરા ખાઇને જીવી રહયા છે.
માણાવદર ગાંધી ચોકમાં રાત્રીના સમયે એક ગાય હડકાય થઇ હોવોનો ફોન ગૌરક્ષક દળ ના રવિ બાલસરાને આવતા તેને તાત્કાલિક તેમની ટીમને બોલાવી હતી ત્યાથી તેમને માણાવદર નગરપાલિકા ના સદસ્ય મેહુલ માણાવદરીયા અને નિશાર ઠેબા ને જાણ કરી કે એક ગાય હડકાય થઇ છે અમારે તેને પકડવા માટે નગરપાલિકા નું ટ્રેક્ટર જોઇએ છે આ બન્ને સભ્યો તાત્કાલિક ગાંધી ચોકમાં પહોંચી ને ટ્રેક્ટર ની વ્યવસ્થા કરી આપી હતી અને હડકાય થયેલ ગાયને પકડવા માટે તેઑ પણ ગૌરક્ષકો ની સાથે ગયા હતા આ ગાય ગાંધી ચોકમાંથી ભાગી જતા ગૌરક્ષકો ની ટીમ તેની પાછળ પાછળ દોડતી હતી અંતે બે કલાક ની જેહમત બાદ આ ગાય ને મહાદેવ મંદિર પાસે થી પકડી ને તેને નગરપાલિકા ના તબેલા માં પુરી દીધી હતી અને તાત્કાલિક પશુ ડોકટર ને બોલાવીને તેની સારવાર કરાવી હતી આ ગાયે ૧૦ થી ૧૫ લોકો ને ઇજાગ્રસ્ત કરીયા હતા આ હડકાય ગાય પકડાય જતા બધાએ રાહતો શ્ર્વાસ લીધો હતો.