રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ જે પશુપાલક પાસે પોતાની માલિકીની જગ્યા નથી તેઓએ પોતાના ઢોર શહેરની અદની બહાર ખસેડી લેવાના રહે છે.રાજકોટમાં આજથી આ નવા નિયમની અમલવારી શરૂ થઈ જવા પામે છે બીજી તરફ માલધારી અને એનિમલ હોસ્ટેલમાં પોતાના ઘર રાખવા માટે અરજી કરવાની રહેશે.
એનિમલ હોસ્ટેલમાં ઢોર રાખવા માંગતા પશુપાલકોએ અરજી કરવી
રાજકોટમાં વસવાટ પશુપાલકોને રણજીત મૂંધવા દ્રારા અનુરોધ કરાયો છે કે, આજથી સરકારની ગાઈડ લાઇન મુજબ જે પશુનું રજીસ્ટર બાકી છે તેને પરમિટના પાંચ ગણા પૈસા ભરવાના હોય તો ગાય દીઠ હજાર રૂપિયા ભરવાના રહેશે. જેની પાસે માલિકીની જગ્યા હોય જેનો આધાર પુરાવો કમ્પલેટ હોય એ લોકોએ રજીસ્ટર કરાવું અને માલિકીની જગ્યા ન હોય તો એ લોકોએ પૈસા ભરવા નહીં. જેથી કરીને પુરાવા ન હોય ને એના પૈસા ભરીએ તોય કોર્પોરેશનમાં રિફંડની કોઈ શક્યતાઓ નથી.
ટૂંક સમયમાં નવી એનિમલ હોસ્ટેલની જે મંજૂરી મળેલ છે.તેમાં માલધારીએ અરજી કરવી પડશે અને અરજી મંજૂરી મળતા એનિમલ હોસ્ટેલમાં જવાનું રહશે. જે લોકોને રજીસ્ટર થયેલ પરમિટ લેવા માટે આમામી સોમવાર સવારે 11 વાગે લેવી 60 ફૂટ એટલે 6:30 વાર એક પશુની જગ્યા હાઇકોર્ટ દ્વારા નક્કી કરવામાં આવી છે. હોય તો એની માપણી કરી અને પરમિટ આપવામાં આવશે આ મુદ્દાઓ પશુપાલકોએ અવગણવા નહીં.ખાસ કરીને ભરવાડ સમાજના આગેવાનો અને કમિશનર સ વચ્ચે જ્યારે બેઠક થઈ ત્યારે ચાર નવી એનિમલ હોસ્ટેલ ફાળવવાની ખાતરી આપેલ હતી તે હોસ્ટેલ (1)મોટા (2)મહુવા (3)લક્ષ્મીનો ઢોરો (4)કોઠારીયા (5)રૈયાધાર (6)મહુડી (7)રોણકી ની હોસ્ટેલનું કામ શરૂ થઈ ગયેલ છે જેની તુરંત ફાળવણી કરવામાં આવશે.
1414 પશુપાલકોને પરમીટ લાયસન્સ અપાયા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પશુત્રાસ અટકાવ અને નિયંત્રણ પોલીસી-2023 ની અમલવારી શરુ કરવામાં આવી છે. જે અંતર્ગત પ્રથમ બે માસ દરમિયાન 1414 પરમીટ લાયસન્સની અરજી આવી છે. પશુઓની સંખ્યા 8625 થયેલ છે.