હૃદય હુમલાના વધતા જતા કેસ સામે આશીર્વાદરૂપ બની રહેશે કેથલેબ: તબીબની નિમણુંક
છેલ્લા ઘણા સમયથી નાની ઉંમરમાં પણ હાર્ટ અટેક ના બનાવો વધતા તેની સામે સારવાર માટે આશીર્વાદરૂપ કેથ્લેબ સિવિલ હોસ્પિટલમાં ટૂંક સમયમાં જ કાર્યરત કરવામાં આવશે જેના માટે તબીબની પણ નિમણૂક કરવામાં આવી ચૂકી છે.
પીડીયુ સિવિલ હોસ્પિટલમાં દર્દીનારાયણી માટે વધુ એક અદ્યતન સુવિધાથી સજ સારવાર માટે કેથલેબ ટૂંક સમયમાં જ કાર્યરત કરવામાં આવશે. આ કેટલે હૃદયના હુમલાઓ સામે દર્દીઓને વધુ સારી સારવાર મળી રહે તેના માટે ઉપયોગી બની રહેશે.
સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં આવેલી પીએમ એસએસવાય બિલ્ડિંગમાં કેથલેબનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે. સાથોસાથ કેથલેબ માટે તબીબની નિમણુક કરવામાં આવી છે. હવે ટેકનીશ્યન અને સ્ટાફની ભરતી અને અમુક ખૂટતા સાધનો સાથે જ ટૂંક સમયમાં જ કેથલેબ ધમધમતી થશે. આ અંગે સરકાર તરફથી કેથલેબ શરૂ થતાં અમદાવાદની હાર્ટ સ્પેશિયાલીસ્ટ હોસ્પિટલ યુ.એન.મહેતામાંથી નિષ્ણાતોને તાલીમ આપવામાં માટે પણ અનુરોધ કરવામાં આવ્યો છે.
કેથલેબ કાર્યરત બાદ હૃદય રોગના હુમલા સામે રાજકોટ સીવીલ હોસ્પિટલમાં 24 કલાક સારવાર આપવામાં આવશે. આ અંગે તબીબી અધિક્ષક ડો.આર.એસ.ત્રિવેદીએ જણાવ્યું હતું કે કેથલેબ એક – બે માસમાં કાર્યરત કરવામાં આવશે. આ માટે તબીબની નિમણુક કરવામાં આવી છે. હવે માત્ર ટેકનીસિયન સ્ટાફ અને અમુક સાધનો આવતાની સાથે જ સીવિલની સારવારમાં વધુ એક આશીર્વાદરૂપ સાધનનો ઉમેરો થશે.