- મસાલો લઇને ચાલુ વાહને ચડ્યા બાદ માથું ઉંચકતા રેલિંગમાં ધડામ દઈને અથડાતા ઘવાયા બાદ દમ તોડયો
અબતક,રાજકોટ
શહેરના એસ્ટ્રોન ચોક નાલામાં લોખંડની રેલીંગ સાથે માથું ભટકાઈ જતાં ઘવાયેલા રાજસ્થાની યુવકનું મોત નિપજ્યું છે.બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર,મૂળ રાજસ્થાનના અને શહેરના શિવમ પાર્ક શેરી નંબર છ માં રહેતા મણિલાલ પન્નાલાલ કોટડીયા નામના 32 વર્ષે યુવકનુ એસ્ટ્રોન ચોક નજીક રેલીંગ સાથે અથડાતા ઘવાયેલા યુવકનું મોત નિપજ્યું છે.બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે જેમાં મૃતક મસાલો લેવા ઉતરેલા યુવક ચાલુ વાહને ચડ્યો હતો આ દરમિયાન લોખંડની એક રેલીંગ પસાર થઈ ગઈ હતી પરંતુ બીજી રેલિંગ આવતા યુવકને જાણ ન હોવાથી માંથું ઉંચકતા ભેગાં ધડામ દઈને રેલીંગ સાથે ભટકાયો હતો આથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો પરંતુ યુવકનું પ્રાણ પંખેરું ઉડી જતાં પરિવારમાં ગમગીની છવાઇ છે.
મૃતક યુવક અહી એકલો રહેતો હતો અને ફાઇસટાર કેટર્સમાં કામ કરતો હતો. આમ્રપાલી નજીક વૈશાલી નગર નવમંથી સામાન ભરી હેમુ ગઢવી હોલ નજીક ઉતારવા જતી વેળાએ એસ્ટ્રોન ચોક નજીક લોખંડની રેલીંગ સાથે અથડાતા યુવકને સારવાર માટે ખસેડાયા બાદ ત્યાં તેને દમ તોડી દેતા યુવકનું મોત નિપજતાં પરપ્રાંતિય પરિવારમાં ગમગીની છવાઈ છે.