સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. જમ્મુ કાશ્મીરમાં અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા થઈ રહી છે.જેની અસરના કારણે રાજ્યમાં ઠંડીનો પારો ગગડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી તે પ્રમાણે રાજ્યમાં ઠંડીનો પારો ગગડ્યો છે. આજે વહેલી સવારે રાજકોટનું લઘુત્તમ તાપમાન 8.4 ડિગ્રી અને નલિયાનું 6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
આજે સવારે રાજકોટનું લઘુતમ તાપમાન 8.4 ડિગ્રી અને મહતમ તાપમાન 22.4 ડિગ્રી નોંધાયું હતું. જયારે હવામાં ભેજનું પ્રમાણ 71 ડિગ્રી અને 6 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. જયારે નલિયાનું લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી અને મહતમ તાપમાન 23.4 ડીગ્રી નોંધાયું હતું.
ઉત્તરાયણ પછી એટલે આજથી ઠંડીના ચમકારામાં વધારો થયો છે. આગામી દિવસ સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે ઠંડીમાં વધારો થશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીના ચમકારામાં વધારો થયો છે. આગામી બે દિવસ બાદ ઠંડી ઘટશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલે કે રવિવાર સુધી રાજ્યનું લઘુત્તમ તાપમાન 6-10 ડિગ્રીની આસપાસ રહેવાનું છે. રાજ્યના 8 શહેરોનું લઘુતમ તાપમાન આજે 10 ડિગ્રીથી નીચે નોંધાયું છે.