બે વિદ્યાર્થીનીઓ સાથે CATમાં ૧૦૦ પર્સનટાઇલ મેળવતા ૨૦ વિદ્યાર્થીઓ….

સ્ત્રી હવે પુરુષ સમોવડી બનવા જઇ રહી છે ત્યારે કોઇપણ ક્ષેત્રમાં સ્ત્રી પોતાનાં કૌશલ્યો દર્શાવી રહી છે તેવા સમયે મહત્વની ગણાતી પરિક્ષા એટલે કોમન એડમીશન ટેસ્ટમાં (CAT) પણ ૧૦૦ પર્સનટાઇલ સાથે પાસ થતા ૨૦ કેન્ડી ડેટસમાંથી બે વિદ્યાર્થીનીઓના સમાવેશ થયો છે એ સાથે જ ૩ બની ઇજનેર કેન્ડીડેટ્સએ પણ આ પરિક્ષા પાસ કરી છે.

વર્ષ ૨૦૧૬ની વાત કરીએ તો પાસ થવા વાળા ૨૦ કેન્ડીડેટ્સમાં તમામ પુરુષ હતા અને એક્ઝામ ક્ધવીનર નીરજા દ્રિવેદીનું કહેવું છે.

CAT ૨૦૧૭માં IIMલખનઉ આ પરિક્ષાનું આખુ કંટ્રોલીંગ સંભાળી રહ્યું છે.

IITમદ્રાસનાં વિદ્યાર્થીઓમાંથી ટોપ સ્કોર મેળવવામાં સાઇ પ્રનીત રેડ્ડી, પટનાના સીધ્ધાર્થ કુમાર, કલકત્તાનાં વિશાલ  વોહરા, સુરતના મીત અગરવાલ, મુંબઇના પેટ્રીક ડી સુઝાએ ચોથીવાર જીત હાંસલ કરી છે.

૧૯૯,૬૩૨ જેટલાં કેન્ડીડેટ્સએ આ પરિક્ષામાં હાજરી આપી હતી. જેના માટે દેશના ૧૪૦ શહેરમાં તેનાં કેન્દ્ર રાખવામાં આવ્યા હતા. આ પરિક્ષા માટે વિદ્યાર્થીઓએ ત્રણ પડાવમાં પરિક્ષા આપવામાં આવે છે. જેમાં રાઇટીંગ એબીલીટી, ગૃપ ડિસ્કશન અને વ્યક્તિગત ઇન્ટરવ્યુનો સમાવેશ થાય છે.

ભારત પાસે ૨૦ IIMછે જેમાં ૪૦૦૦ જેટલાં મુખ્ય બે વર્ષનાં મેનેજમેન્ટ પ્રોગ્રામ્સમાં અભ્યાસ કરી રહ્યાં છે આ ઉપરાંત CAT ૨૦૧૭માં છેલ્લા ત્રણ વર્ષનું સૌથી ઉચ્ચત્તમ પરિણામ આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.