- ર્માં જગદંબાની આરાધનાએ તમામ સાતેય મંડળોને એક તાંતણે બાંધ્યા
- સમાજ શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિથી રાસોત્સવ દિપી ઉઠ્યો: નાના બાળકથી માંડી વડીલો હોંશભેર રાસે રમ્યા: લાખેણા ઈનામોથી વિજેતાઓને નવાજાયા
સમાજને એક તાંતણે બાંધાના બુલંદ ઈરાદા સાથે કોઈ એક વ્યકિત મકકમ મન બનાવી બીડુ ઉપાડે તો તેનાકેવા શ્રેષ્ઠ પરિણામો હાંસલ થાય તે ગઈકાલે રાજકોટ ખાતે યોજાયેલ મોઢ વણિક મહાજન આયોજીત વેલકમ નવરાત્રિ મહોત્સવમાં જોવામળ્યા હતા.સંસ્થાના પ્રમુખ ભાગ્યેશભાઈ વોરાની ટીમ દ્વારા મોઢવણીક સમાજ માટે પ્રથમવાર ભવ્યાતિભવ્ય રાસોત્સવ જ્ઞાતિજનો સામે મહામહોત્સવ બની રહ્યો છે.
એટલું જ નહી ર્માં જગદંબાની આરાધન થકી સમાજના સાતેય મંડળો એક તાંતણે બંધાયા છે. નાના ભુલકાથી માંડી વડીલો મનમૂકીને ગરબે ધુમ્ય હતા. આયોજકો પર પોતાની લાગણીને કાબુમાં રાખી શકયા ન હતા અને ડીજેના તાલ સાથે રાસ રમ્યા હતા અલગઅલગ ચાર ગ્રુપમાં વિજેતા બનેલા વિજેતાઓને લાખેણા ઈનામોથી નવાજાયા હતા. તમામ બાળા રાજાઓને પ્રોત્સાહિત કરતા ઈનામો આપવામા આવ્યા હતા.
મોઢ વણિક મહાજન ટ્રસ્ટ દ્વારા રવિવારે શહેરના 150 ફૂટ રીંગરોડ પર શિતલ પાર્ક મેઈન રોડ સ્થિત સોનલ ગરબાના નયન રમ્ય ગ્રાઉન્ડ ખાતે વેલકમ નવરાત્રી 2022નું આયોજન કરવામાં આવ્યું હતુ. રાજકોટમાં પ્રથમવાર મોઢવણીક સમાજ માટે રાસોત્સવનું શાહી આયોજન કરવામાં આવ્યું હોય જ્ઞાતિજનોમાં સ્વયંભૂ થનગનાટ જોવા મળતો હતો. મેઘરાજાએ રાસોત્સવ પૂર્વે થોડી ચિંતા ઉભી કરી હતી. પરંતુ સદભાવ સાથે કરવામાં આવેલા કોઈપણ કાર્યમાં વિઘ્ન આવતું નથી તેમ મોઢવણીક સમાજના ઉત્સાહ સામે મેઘરાજાએ પણ નમતુ તોળવુ પડયું હતુ.
સતત ત્રણ કલાક સુધી હજારોની સંખ્યામાં મોઢવણીક સમાજના હજારો લોકો સતત ગરબે ધુમ્યા હતા. ચારથી પાંચ વર્ષના નાના ભૂલકાથી માંડી 60 વર્ષથી વધુના વડીલોના દિલો-દિમાગમાં જોરદાર ઉત્સાહ જોવા મળતો હતો. આ ઉત્સાહ માત્ર હાથ પૂરતો સિમિત ન રહેતા મેદાન પર ઉતરી આવ્યો હતો. અને તમામ લોકો ડીજેના તાલે થીરકવા લાગ્યા હતા.
આયોજકો સાથે સમાજ શ્રેષ્ઠીઓ પણ હોંશભેર નાચી ઉઠ્યા હતા. તમામ જ્ઞાતિજનોનાં મોઢે એક જ વાત થઈ રહી હતી. કે આવુ આયોજન દર વર્ષ થવું જોઈએ એટલું જ નહી નવરાત્રીનાં નવે નવ દિવસ મોઢવણીક સમાજ માટે આવા અલૌકીક પારિવારીક માહોલમાં રાસોત્સવ યોજાવો જોઈએ.
અલગઅલગ ગ્રુપના વિજેતા બનેલા તમામ ખેલૈયાઓને લાખેણા ઈનામોથી નવાજવામાં આવ્યા હતા. ઈનામની લાલચ વિના માત્રનેમાત્ર પોતાની મોજ માટે રમી રહેલા તમામ બાળારાજાઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા.
આ તકે મુખ્ય મહેમાન પદે યશભાઈ રાઠોડ, મુકેશભાઈ દોશી, અમિત પટેલ, અજય ગઢીયા, આશિષ પટેલ, કૌશિકકલ્યાણી, અમિત કે.પટેલ, દીપુભાઈ શાહ, હેમલ મોદી, મધુબેન મારવાડી, નિરજ મહેતા, ધર્મેશ જીવાણી, ધર્મેન્દ્ર મહેતા, હરેન મહેતા અને કરશનજી કમળશી ભાડલીયા પરિવારે ખાસ હાજરી આપી જ્ઞાતિજનોનો ઉત્સાહ વધાર્યો હતો.
રાસોત્સવને સફળ બનાવવા માટે ભાગ્યેશ વોરા કિરેન છાપીયા, સુનિલ વોરા, અશ્ર્વીન વડોદરીયા, સુનિલ વોરા, અશ્ર્વીન વડોદરીયા, કેતન પારેખ, નીતીન વોરા, સંજય મણીયાર, જગદીશ વડોદરીયા, ધર્મેશ વોરા, ઈલેક પારેખ, કેતન બોઘાણી, પિયુષ પટેલ,અતુલ વોરા,ડો. કલ્પેશ પારેખ, છાયાબેન વજરીયા, નીતાબેન પારેખ, સાવન ભાડલીયા, જીજ્ઞેશ મહેતા, કાકુભાઈ મહેતા, કેતન મેસવાણી, સુનીલ બખાઈ, સંદીપ પટેલ, શ્રેયાંશ મહેતા, દિપક કલ્યાણી, મિલન વોરા, ચેતન મહેતા, રાજદીપ શાહ, યતીન ધ્રાફાણી, અતુલ પારેખ, જીજ્ઞેશ મેસ્વાણી, સંજય મહેતા, યોગેશ પારેખ પ્રતિમાબેન પારેખ, અશ્ર્વીન પટેલ, મુકેશ પારેખ, ધીરૂભાઈ મહેતા અને પ્રશાંતભાઈ ગાંગડીયાએ જહેમત ઉઠાવી હતી.
- ‘અબતક’ના માધ્યમથી લાખો જ્ઞાતિજનોએ ઘર બેઠા માણ્યો રાસોત્સવ
મોઢ વણિક મહાજન ટ્રસ્ટ દ્વારા ર્માં દુર્ગાની આરાધનાના અવસર એવા નવલા નોરતાને આવકારવા માટે વેલકમ નવરાત્રિ-2022નું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ‘અબતક’ ચેનલ, ડિજિટલ સહિતના તમામ પ્લેટફોર્મ પર લાઇવ ટેલીકાસ્ટ કરવામાં આવ્યું હતું. કોઇ કારણોસર રાસોત્સવમાં રૂબરૂ સામેલ ન થઇ શકેલા લાખો જ્ઞાતિજનોએ ઘર બેઠા આ રાસોત્સવને માણ્યો હતો. સતત સાત કલાકથી પણ વધુ સમય કરાયેલા લાઇવ ટેલિકાસ્ટની સર્વત્ર પ્રશંસા કરવામાં આવી હતી.
- આવતા વર્ષથી નવે નવ દિવસ રાસોત્સવનું આયોજન: તમામ મંડળોનો સુર
મોઢવણીક મહાજન ટ્રસ્ટ આયોજીત વેલકમ નવરાત્રી મહોત્સવને અવિસ્મરણીય સફળતા પાત્ર થઈ છે. જ્ઞાતિજનોમાંથી એક જ લાગણી ઉઠક્ષ રહી હતીકે ખરેખર આપણા સમાજ માટે નવરાત્રીનાં પર્વમાં આવું આયોજન એક દિવસ માટે નહી પરંતુ નવરાત્રીનાં નવ નવ દિવસ થવું જોઈએ. સમાજના અલગઅલગ સાત મંડળોના હોદેદારોએ એક સુર સાથે જ્ઞાતિના લોકોની લાગણીને માન આપ્યું હતુ. અને આવતા વર્ષ નવે નવ દિવસ ભવ્યાતિભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવશે તેવી જાહેરાત કરતા હર્ષોલ્લાસ વ્યાપી જવા પામ્યો છે.