વિશાળ અવકાશના રહસ્યો અને તેમાં આવેલા ગ્રહો, ઉપગ્રહો તેમજ વિવિધ તત્વોનાં રહસ્યોને જાણવા અને તેનો અભ્યાસ કરવા અનેક અવકાશયાન યુનિર્વની સફરમાં જોડાયા છે. વૈજ્ઞાનિકો દ્વારા મોકલાયેલા આ પ્રકારનાં અવકાશયાન દ્વારા ઘણી મહત્વપુર્ણ માહિતી આપણને જાણવા મળી છે અને તેનો અભ્યાસ પણ કરવામાં આવ્યો છે. ત્યારે આ પ્રકારનાં ખૂબ ઉપયોગી એવા અને છેલ્લા ૨૦ વર્ષથી અવકાશની યાત્રાએ ગયેલ કેસિની અવકાશયાનએ અવકાશમાં વિદાઇ લીધી છે. નાસાના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર કેસિનીએ ગુરુવારે શનિ સિસ્ટમમાં તેના છેલ્લા સ્મૃતિચિત્રોના ફોટાને લીધા હતા. અંત સુધી કર્તવ્ય પરાયણ અવકાશયાનએ શનિના વાતાવરણમાં શુક્રવારે સવારે જણાવ્યુ હતું. જ્યારે તેની અંતિમ વિદાઇ વેળાએ કાર્યક્રમ મેનેજર અર્લ મકાલઇએ કંઇક આવું જણાવ્યું હતું. ‘આ એક અકલ્પનીય મિશન છે, અકલ્પનીય અવકાશયાન છે અને તમે બધા અકલ્પનીય ટીમ છો. જ્યારે કેસિનીની વિદાઇ વેળાએ ૧૫૦૦થી વધુ લોકોએ ભુતકાળમાં અને વર્તમાન સમયની ટીમના સભ્યો કેલિફોર્નીયાની જેટ પ્રોપલ્શન લેબોરેટરીમાં ભેગા થયા હતા.
નાસા માટે પ્રયોગશાળા પણ કાર્યરત છે. તેવા સમયે એમ કહેવાય છે. નાસાના વૈજ્ઞાનિકો માટે કેસિની એક જીવનનું મિશન હતુ અને તેને ગુડબાઇ કહેવુ જ જોઇએ. કેસિનીનો નાશ શનિ ગ્રહના વાતાવરણના કારણે થયો જેવુ તે શનિના વાતાવરણમાં આવ્યુ ત્યારે તેનો અંત થયો હતો. કેસિનીની અવકાશ યાત્રા વિશે વાત કરીએ તો તેણે ૪૫૩,૦૦૦ જેટલા ફોટા ભેગા કર્યા હતા તેમજ ૪.૯ બિલીયન માઇલ્સ જેટલો અવકાશનો પ્રવાસ કર્યો હતો. આ અવકાશયાનને બનાવવામાં ૨૭ દેશનો ફાળો હતો. જેનું મુલ્ય ૩.૯ બીલીયન ડોલર અકાયું હતું.