આધાર કાર્ડ માટે અરજદારોની અરજી કોઈપણ કારણ બતાવ્યા વગર રીજેકટ કરવામા આવતી હોવાની ફરિયાદ
કેશોદ શહેરમાં શહેરી વિસ્તાર તથા ગ્રામ્ય વિસ્તારોના અરજદારો નવા આધાર કાર્ડ તથા આધાર કાર્ડમાં સુધારા વધારા માટે અરજી કરવા આવેછે ત્યારે કેશોદની જુની મામલતદાર એસબીઆઈ તથા પોસ્ટ ઓફિસમાં અરજદારોની લાંબી કતારો જોવા મળે છે આખા દિવસ દરમિયાન એક કીટમાં પીસતાલીસથી પંચાવન અરજદારોની અરજી સ્વીકારવામાં આવેછે જેથી અન્ય અરજદારોએ ફરીથી બીજા દિવસે લાંબી કતારમાં ઉભુ રહેવુ પડેછે જેથી અરજદારો પરેશાની ભોગવી રહ્યા છે
આધાર કાર્ડ અરજી માટે વહેલી સવારથી લાઈનમાં ઉભા રહેછે બપોરે જ્યારે અરજદારનો ક્રમ આવે છે ત્યારે ઓફીસમાંથી જણાવાયછે કે આજની ત્રીસ અરજી પુર્ણ થઈ ગઈ છે બપોર પછી અથવા આવતી કાલે આવજો તેવો જવાબ સાંભળી અરજદાર પરત જતા રહેછે ફરીથી બીજા દિવસે લાંબી કતારમાં ઉભા રહેછે ત્યારે પણ ફરીથી એ જ જવાબ આજે વારો નહી આવે આવી રીતે અરજદારો ધક્કા ખાઈ રહયા છે.
નવુ આધાર કાર્ડ કઢાવવુ નામ સુધારવુ જન્મ તારીખમાં સુધારો કરવા આધાર કાર્ડની અરજી કરવા માટે જુની મામલતદાર કચેરી પોસ્ટ ઓફિસ તથા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં એક એક કીટ કાર્યરત છે પણ તમામ જગ્યાઓએ અરજદારોની લાંબી કતારો જોવા મળેછે સવારથી અરજદારો લાઈનમાં ઉભા રહેછે પણ દરરોજ પીસતાલીસથી પંચાવન અરજદારોની અરજી સ્વીકારવામાં આવેછે બાકીના અરજદારોએ ફરીથી અરજી કરવી પડે છે અનેક અરજદારો પાંચથી સાત વખત ધક્કા ખાધા બાદ પણ અરજી રીજેકટ થવાના કારણે અનેક અરજદારો આધાર કાર્ડ કઢાવવાનું ટાળી રહયાછે તો બીજી તરફ આધાર કાર્ડની અનેક જગ્યાએ જરૂર પડતી હોવાથી મુશ્કેલીમા પણ મુકાઈ રહયાછે કોઈ અરજદારોએ અરજી કરેલ હોય તમામ ડોક્યુમેન્ટ રજુ કરેલા હોય છતા અરજી રીજેકટ કરવામાં આવેછે તે કયા કારણોસર રીજેકટ કરવામાં આવેછે તે પણ જણાવવામાં આવતુ નથી કેશોદમાં છ થી સાત કીટની જરૂરીયાત હોય તેવુ લોકો જણાવી રહ્યા છે જેની સામે માત્ર ત્રણ કીટ કાર્યરત હોય ત્યારે વધુ કીટો ઉપલબ્ધ કરાવવામાં આવે અરજદારોને અરજી કરવા ધક્કા ખાવા ન પડે તેવી સુવિધા માટે લોકો તંત્ર પાસે માંગણી કરી રહ્યા છે
અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકા દ્વારા પણ આધાર કાર્ડ માટેની કિટની માંગણી કરી હોવાનુ સુત્રોમાંથી જાણવા મળી રહ્યુ છે પણ નગરપાલિકા તંત્રને કિટ મંજુર થઈ ન હોવાનુ પણ ચર્ચાઈ રહ્યુંછે જ્યારે એસબીઆઈ શાખામા ઉપલબ્ધ કિટનુ પણ સ્ટાફના અભાવે બેંકના ગ્રાહકોની ભીડના કારણે અરજદારોને નિયમિત લાભ ન મળતો હોવાનુ તથા બેંક ગ્રાહક સિવાય અન્ય અરજદારો આધાર કાર્ડ અરજી માટે આવેછે ત્યારે કનેક્ટીવીટી કે ભીડના કારણે એક બે દિવસ વારો નહી આવે તેવા બહાના બતાવતા હોવાથી અરજદારો પરેશાન થતા હોવાનુ લોકોમા ચર્ચાઈ રહ્યુ છે તેવીજ રીતે પોષ્ટ ઓફિસમાં પણ નિયમિત અરજદારોને લાભ મળતો નથી જ્યારે કેશોદ શહેરી વિસ્તાર તથા તાલુકાભરના અરજદારો માટે છ થી સાત કીટનિ જરૂરીયાત જણાતી હોય ત્યારે માત્ર ત્રણ કીટ ઉપલબ્ધ હોવાના કારણે અરજદારોએ ભારે હાલાકી ભોગવવી પડે છે જે બાબતે તંત્ર દ્વારા વધુ કિટ ઉપલબ્ધ કરાવવામા આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.