સામગ્રી

  • કાજૂના ટુકડા – ૩૦ ગ્રામ
  • શેકેલા શીંગદાણા – ૫૦ ગ્રામ
  • બાફેલા બટાકા- ૨ નંગ
  • ચાટ મસાલો – ૧ ચમચી
  • સી સોલ્ટ – ૧ ચમચી
  • સંચળ પાવડર – અડધી ચમચી
  • સમારેલા લીલા મરચા – ૧ ચમચી
  • તળવા માટે તેલ
  • શેકેલા ચણા દાળનો પાવડર- ૨ ચમચી
  • જીરા પાવડર -અડધી ચમચી
  • લીંબુનો રસ -૧ ચમચી
  • ડુંગળી -૧ નંગ

બનાવની રીત

સૌ પ્રથમ કાજૂ અને શીંગદાણાને અધકચરા વટવા ત્યારબાદ તેમાં બાફેલા બટાકાને છીણીને નાખવા ,ત્યાર પછી આ મિશ્રણમાં સમારેલી ડુંગળી મીઠું ,સંચળ, જીરા પાવડર, ગરમ મસાલો, સી સોલ્ટ તેમજ શેકેલી ચણા દાળનો પાવડર ઉમેરી મિક્સ કરો.

મિશ્રણ તૈયાર થાય ત્યારબાદ તેની નાની નાનીએક સરખા માપની ટીકી બનાવો તેલ ગરમ થાય એટલે એક પછી એક ટીકી નાખો, ગોલ્ડ બ્રાઉન થાય ત્યાં સુધી ટીકીને તળવાની. બસ તૈયાર છે કાજૂ પીનટ કબાબ ગરમ ગરમ ફુદીનાની ચટણી સાથે સર્વ કરો.

કાજૂ અને શીંગદાણાને અધકચરા વાટવાના છે પેસ્ટ બનાવવાની નથી આ બાબતનું ખાસ ધ્યાન રાખવું. રોસ્ટેડ ચણા પાવડરને બદલે બેસન વાપરવાનો નથી , બેસન વાપરવાથી કાજૂ પીનટ કબાબનો સ્વાદ બગડી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.