ઓરિસ્સા હાઇકોર્ટે આપેલા એક ચુકાદામાં સ્પષ્ટ જણાવ્યું છે કે રોકડ નો વહેવાર કરવો એ ગુનો નથી તે તેના આધારે કાયદેસરની કાર્યવાહી ન કરી શકાય મદ્રાસ હાઈકોર્ટે લાંચ રુશ્વત ભ્રષ્ટાચારવિરોધી કાયદા હેઠળ કાયદેસરના પગલાં ભરવાની પ્રક્રિયાને અટકાવીને એવો નિર્દેશ આપ્યો હતો કે આ માટે માત્ર ગેરકાયદેસર રીતે લીધેલા પૈસાના વહીવટને પુરાવો સમજીને ગુનો દાખલ ન કરી શકાય.
ઓરિસ્સા હાઇકોર્ટ સિંગલ બેન્ચના ન્યાયમૂર્તિ એસ.કે સૂદે જણાવ્યું હતું કે રોકડ પૈસા માંગવા ને પુરાવા તરીકે ગણીને ગુનો અને ભ્રષ્ટાચાર વિરોધી કલમ ૭ અને ૧૩ (૧). (ડી) અન્વયે ગુનો બનતો નથી માત્ર ને માત્ર રોકડ માંગવા ના વ્યવહારને પુરાવો ગણીને ગુનો નોંધવાનો ન્યાયમૂર્તિ સહુએ નિર્દેશ આપ્યો હતો.
આ કેસમાં ગુરુવારે રૂપિયા ૫૦૦ની લંચમાં બે વર્ષની સજા પામેલા સનાતન દાસ ની અપીલની સુનાવણી વખતે આ મુજબનો નિર્દેશ આપ્યો હતો સનાતન દાસને ૧૮વર્ષ પહેલાં ભૂવનેસ્વરવિજિલન્સ ના મુખ્ય ન્યાયમૂર્તિ એ સજા સંભળાવી હતી.
ફરિયાદી દ્વારા તેના મકાન ભાડાનું બિલ પાસ કરાવવા માટે અરજીકર્તા દ્વારા રૂ. ૫૦૦ની લાંચની માંગણી અને સ્વીકૃતિ અંગેના ફરિયાદપુરાવાઓ હોવાનું કોર્ટના ધ્યાનમાં આવ્યું હતું.
જ્યારે તમામ વાજબી શંકાઓ ઉપરાંત અપીલકર્તાના અપરાધને સ્થાપિત કરવા માટે રેકોર્ડ પર પૂરતા, સચોટ અને વિશ્વસનીય પુરાવાઓની ગેરહાજરી હોય અને ખોટો ચુકાદો પૂરતા અધ્યયન વગર કરાયો હોય તે કાયદાની નજરમાં ટકી શકતો નથી અને તે મુજબ, અપીલકર્તાને શંકાનો ફાયદો. શકે તેમ જણાવીજસ્ટિસ સાહૂના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, અપીલકર્તાને દોષિત ઠેરવવાનો ચુકાદો અને આદેશ અને ૩ ડિસેમ્બર, ૨૦૦૩ ના રોજ આપવામાં આવેલી સજાને મોકૂફ રાખવામાં આવે છે અને અપીલકર્તાને તમામ આરોપોમાંથી નિર્દોષજાહેર કર્યા હતા