દેશભરમાં વ્યાપક પ્રમાણમાં સર્વે હાથ ધરાશે: રૂપિયા 2 લાખથી વધુના વ્યવહાર પર પાન નંબર ફરજિયાત, છતાં નિયમોનું ઉલ્લંઘન
દેશની અર્થવ્યવસ્થાને ઝડપભેર વિકસિત બનાવવા માટે સરકાર અનેકવિધ પગલાંઓ લેતી હોય છે ત્યારે કોઈ પણ રીતે છેતરપિંડી કરનાર પેઢીઓ અથવા કંપનીઓ પર જીએસટી અથવા તો ઇન્કમટેક્ષ વિભાગ તવાઈ બોલાવે છે. ખરી વાસ્તવિકતા તો એ છે કે નોટબંધી બાદ અને છેલ્લા ઘણા સમયથી આઇવીએફ, એનઆરઆઈ કોટામાં મેડિકલ એડમિશન, બેન્કવેટ હોલ, હોટલ તથા લક્ઝરી ચીજ વસ્તુઓનું વેચાણ સહિત અનેક પેઢીઓ આવકવેરાની રડારમાં આવી ગઈ છે.
બીજી સૌથી મોટી વાત તો એ છે કે બે લાખથી વધુના રોકડ વ્યવહાર ઉપર પાનકાર્ડ આપવું ફરજિયાત છે પરંતુ ઘણા કિસ્સામાં પાનકાર્ડ આપવામાં આવ્યા નથી. ત્યારે હવે આવનારા દિવસોમાં દેશભરમાં વ્યાપક પ્રમાણમાં સર્વે હાથ ધરવામાં આવશે. બીજી તરફ બે લાખ રૂપિયા ના રોકડ વ્યવહાર ઉપર નિયમોનું ઉલ્લંઘન થયું હોવાનું સામે આવતા સીબીડીટી દ્વારા એક્શન પ્લાન રજૂ કરવામાં આવ્યો છે. બીજી તરફ જે રોકડ વ્યવહાર પેઢીઓ અથવા વિવિધ કંપનીઓ દ્વારા કરવામાં આવી છે તેની સામે જે મુજબના રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા હોય તે હજુ મેચ થતા નથી જેને કારણે સર્વે હાથ ધરવામાં આવશે.
પેલા લાંબા સમયથી ખૂબ મોટા પ્રમાણમાં નાણાકીય વ્યવહાર કરનાર કંપનીઓને પેઢીઓ ઉપર આવકવેરા વિભાગ સતત થવાય બોલાવી રહ્યું છે અને સમયાંતરે નોટિસ પણ ફટકારવામાં આવી રહી છે. પરિણામે રિટર્ન ફાઈલ કરવાની સંખ્યામાં પણ અધધ વધારો નોંધાયો છે ત્યારે ગત નાણાકીય વર્ષમાં 7.8 કરોડ જેટલા રિટર્ન ભરાયા હતા જેમાં આશરે 7 ટકા જેટલો વધારો નોંધાયો હતો. ત્યારે આવનારા નાણાકીય વર્ષમાં રિટર્ન્સ ફાઈલ કરનારાઓની સંખ્યામાં વધારો થાય તે માટે સીબીડીટીએ 10% નો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે.
દેશભરમાં જીએસટીની આકરી કાર્યવાહી 5 હજાર જેટલા જીએસટી રજિસ્ટ્રેશન રદ, ઇનપુટ ટેક્સ ક્રેડિટ બ્લોક કરાઈ
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ દવારા દેશવ્યાપી અભિયાન ધરવામાં આવ્યું છે જેના ભાગરૂપે અત્યાર સુધીમાં 4900 બોગસ જીએસટી રજિસ્ટ્રેશન રદ કર્યા છે. જીએસટી હેઠળ લગભગ 1.40 કરોડ કંપનીઓ અથવા વ્યવસાય નોંધાયેલા છે. જીએસટીએ નકલી નોંધણીઓ સામેની ઝુંબેશમાં ભૌતિક ચકાસણી માટે 69,600 જીએસટી ઓળખ નંબરો પસંદ કર્યા છે. તેમાંથી 59,000થી વધુ જીએસટીઆઈએન ચકાસવામાં આવ્યા છે અને માલૂમ પડયું કે 16,989 જીએસટીઆઈએન અસ્તિત્વમાં જ નથી. આ 69,600 જીએસટીઆઈએનમાંથી, 11,000 કરતાં વધુ જીએસટી નંબરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને 4972ની નોંધણીઓ રદેે કરવામાં આવી છે.આ કેસોમાં ટેક્સ અધિકારીઓ દ્વારા રૂ. 15,000 કરોડથી વધુની કરચોરી શોધી કાઢવામાં આવી છે, લગભગ રૂ. 1506 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ બ્લોક કરવામાં આવી છે અને આ કેસોમાં રૂ. 87 કરોડની વસૂલાત પણ કરવામાં આવી છે.