• “હજુ વધુ પોલીસ ફરિયાદો થશે” : દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ
  • ગુજરાતના દરિયા કિનારે જ કેમ આટલું ડ્રગ્સ ઝડપાઇ રહ્યું છે?: ગોપાલ ઇટાલિયા

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા સામે ગૃહ મંત્રી હર્ષ સંઘવી વિશે ડ્રગ્સ મામલે ટિપ્પણી કરવા માટે પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે હજુ તો ઘણી ફરિયાદો થશે તેમ જણાવ્યું હતું. જ્યારે આ અંગે ગોપાલ ઇટાલિયાએ ગુજરાત રાજ્યના દરિયા કિનારે જ કેમ આટલું ડ્રગ્સ મળે છે તેવા સવાલો સરકાર સામે ઉઠાવ્યા હતા.

ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજનેતાઓ દ્વારા એકબીજા પર શાબ્દિક પ્રહારો વધતાં જ જઈ રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના ગુજરાતનાં અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા દ્વારા રાજ્યના ગૃહરાજ્ય મંત્રી સામે ડ્રગ્સ મામલે કરાયેલી ટિપ્પણી મામલે સુરતમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ગુજરાતમાં ડ્રગ્સ પકડાવવા મામલે ગોપાલ ઈટાલિયાએ હર્ષ સંઘવીને ’ડ્રગ્સ સંઘવી’ કહ્યા હતા. જે બાદ ઉમરા પોલીસ સ્ટેશનમાં તેમની સામે બદનક્ષીની ફરિયાદ કરવામાં આવી છે.

જે મામલે પત્રકાર પરિષદમાં આમ આદમી પાર્ટીના ક્ધવીનર અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે હજુ તો ઘણી ફરિયાદ થશે અમારી સામે. ડંડાથી મારવામાં પણ આવશે, સીબીઆઇ અને ઇડી પણ આવશે. તમામ પ્રકારના પ્રયાસો અમારી સામે કરવામાં આવશે.

તો બીજી તરફ આ મામલે ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે ગૃહમંત્રી ભગવાન ગણપતિ સદબુદ્ધિ આપે, મારા પર એફાઇઆર કરવાથી પોર્ટ પર આવતું ડ્રગ્સ બંધ નહીં થાય. મેં જીવનમાં ક્યારેય નશો કર્યો નથી, નશો વેચ્યો નથી, છતાં મારા ફરિયાદ કરી રહ્યા છે. તેથી લાગી રહ્યું છે કે ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે.

ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે ડ્રગ્સ પકડાય છે એ સારી બાબત છે પણ વારંવાર ડ્રગ્સ ગુજરાતમાં જ કેમ આવે છે, માફિયાઓને એવું કેમ લાગે છે કે ગુજરાતમાંથી જ ડ્રગ્સ મોકલવું, શું કોઈ નેતાઓનો તેમને સપોર્ટ મળી રહ્યો છે?

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.