પંજાબ નેશનલ બેન્કને રૂા.13,500 કરોડનો ચુનો ચોપડી વિદેશી નાગરિક બની બેઠેલા મેહુલ ચોકસીનો કબ્જો લેવા માટે ડોમિનિકા પહોચેલી ભારતી ટીમને ખાલી હાથે પરત આવું પડતા લીલા તોરણે જાન પરત આવ્યા જેવો બનાવ બન્યો છે. નાગરિકતાના મુદે મેહુલ ચોકસીની ચતુરાઇમાં ભારત ગુચવાયું હતું અને રૂા.1.43 કરોડનો ખર્ચ કરી વિલા મોઢે ભારતીય ટીમ પરત ફરી છે.
પંજાબ નેશનલ બેન્ક સાથે કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવાના ગુનામાં ભાગેડુ ડાયમંડ વેપારી મેહુલ ચોકસી વિદેશી નાગરિક બની ગયા બાદ તેને ભારતના ગુનામાં કબ્જો મેળવવા અંગે સરકાર દ્વારા હાથ ધરાયેલા પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. તેને ભારત લાવવા સામેની સમસ્યા હજી પુરી ન થઇ હોય તેમ તેને પ્રત્યાપર્ણની સંધી મુજબ કબ્જો મેળવવામાં લાંબો સમય વિતે તેમ છે. ડોમિનિકા કોર્ટે જામીન અરજીની સુનાવણી મોકુફ રાખતા મેહુલ ચોકસીને ભારત લાવવા માટે ગયેલી ટીમ ઇન્ડિયાને સાત દિવસ ડોમિનિકા રોકાયા બાદ ખાલી હાથે પરત ફરવું પડયું છે.
મેહુલ ચોકસીને ભારત લાવવા ટીમ ઇન્ડિયા ડોમિનિકામાં સાત દિવસ રોકાઇ ખાલી હાથે પરત ફરી
મેહુલ ચોકસીના ભારત લાવવા માટે સરકાર દ્વારા પુરી તાકાત લગાવવામાં આવી હતી. બોમ્બાર્ડીયર વિમાન મોકલવામાં આવ્યું હતું. આ વિમાન કતાર એરવેઝનું હતું. તેનું કલાકનું અંદાજીત ભાડુ રૂા.9 લાખ જેટલું છે. આ પ્લેન એન્ટીગુઆ લઇ જવાનો ખર્ચ આશરે રૂા.1.40 કરોડ હોય શકે છે.
કેરેબીયન કોર્ટે મેહુલ ચોકસી સામે એન્ટીગુઆમાંથી ડોમિનિકામાં ગેર કાયદે કરેલા પ્રવેશ થયેલા કેસ લડી રહ્યો છે. આ ઘટના અંગે મેહુલ ચોકસીની પત્ની પ્રિતીએ દાવો કર્યો છે કે, બાર્બરા મેહુલને ભારત પરત લઇ જવાની આ ટ્રેપ હોય શકે તેવી શંકા વ્યક્ત કરી છે. બાર્બરાએ ઓગસ્ટ 2020 એન્ટીગુઆમાં પોતાના મકાનની નજીક મકાન ભાડે રાખી પરિચય કેળવી મેહુલ ચોકસીને એન્ટીગુઆથી બહાર લઇ ગઇ હોવાના આક્ષેપ કર્યા છે.
રૂા.13,500 કરોડના બેન્ક કૌભાંડી મેહુલ ચોકસીને ભારત લાવવા રૂા.1.43 કરોડનો અર્થહીન ખર્ચ
હેબીયર્સ કોર્પસ અંગે થયેલી અરજીની સુનાવણીમાં ધરપકડ કે અટકાયત થયેલી વ્યક્તિને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવે તેવી અરજી કરવામાં આવી હતી. આ અરજીની સુનાવણી આવતા મહીને થવાની સંભાવના છે. ત્યાં સુધી મેહુલ ચોકસી ડોમિનિકામાં રહેશે ચોકસી પરિવાર અને વકીલોએ તેમના દેશ નિકાલ વિરૂધ્ધ સ્થાનિક અભિપ્રાય નોંધાવવા અભિયાન ગણાવતા સુનાવણી મુલત્વી રાખવામાં આવી છે. કેરેબીયન દેશે એન્ટીગુઆ અને બાર્બરામાં વિરોધી પક્ષો દ્વારા ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોકસીએ ભારતમાં કાર્યવાહી ન થાય તે માટે નાગરિત્વ મેળવી લીધું છે. તેને છીનવી લેવા ડોમિનિકાની બહાર લઇ જવામાં આવ્યો હતો.
મેહુલ ચોકસીને ભારત લઇ આવવા માટે ઇડી અને સીબીઆઇ દ્વારા રજુ કરેલા દસ્તાવેજોને જોતા અને ચોકસી વિરૂધ્ધ ભારતની વિશેષ અદાલત દ્વારા પકડ વોરંટ તેમજ ઇન્ટરપોલ દ્વારા તેના વિરૂધ્ધ રેડ કોર્નર નોટિસ ડોમિનિકા કોર્ટમાં સબમીટ કરવામાં આવી છે. પરંતુ મેહુલ ચોકસીએ આ તમામ કાર્યવાહી સામે આગોતરી તૈયારી કરી લીધી હોય તેમ તેને એન્ટીગુઆમાં નાગરિક બની ગયો હોવાથી વિદેશી નાગરિકને ભારતના કાયદા મુજબ ક્બ્જો મેળવવા માટે લાંબી કાનૂની કાર્યવાહી કરવી પડે તેમ હોવાથી આ કેસનો નિવેડો આવવામાં ખાસો સમય લાગે તેમ હોવાથી મેહુલ ચોકસીની ચતુરાઇએ ભારત ગુચવાયું છે.