સંજય કોરીયાનાં ગુફામાં સિંહ માસ્ક પહેરીને બેઠો છે તે કાર્ટુન ખુબ જ વાયરલ થયું હતું. આ પાછળનાં થીમમાં કોરોના ને નાથવાનાં સંદેશમાં તમે ગમે તેવી તાકાત વાળા હો તો પણ કેર તો કરવી જ પડશે ને ઘેર રહેવું જ પડશે… આવી સુંદર વ્યંગસપટ મર્મ આ કાર્ટુન સમજાવે છે.
લોકડાઉન પગલે આજે માણસોએ શુ કરવું એ પ્રશ્ર્ન સૌને સતાવે છે ત્યારે કેટલાય લોકો પોતાની સેવાભાવનાથી જનસેવા સાથે લોક શિક્ષણનું કાર્ય કરી રહ્યા છે. હાલમાં કર્મયોગીને ફરજ સ્થળે ચા,નાસ્તો, દર્દીઓનાં સગાને ભોજન જેવી વિવિધ કામગીરી જોવા મળી રહી છે. ત્યારે રંગીલા રાજકોટ ચિત્રકલા કે ડીઝીટલ કલાસાથે સંકળાયેલા જાણીતા કાટુનિષ્ટ સંજય કોરીયા પણ સોશ્યલ મિડીયાનાં નેટવર્ક ઉપર હળવી શૈલીનાં લોક જાગૃતિનાં કાટુનો દ્વારા ‘કોરોના’ વાયરસને નાથવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોતાના ૬ એકઝિલીશન યોજીને શ્રેષ્ઠકલા રજૂ કરનાર સંજય કોરીયા દરરોજ બે ત્રણ ચિત્રો મુકીને અવેરનેશ લાવી રહ્યા છે.
ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટવીટ્સ, વોટ્સએપ જેવા વિવિધ સોશ્યલ મિડિયામાં કાટુનો મુકીને ઘરે બેઠા પણ લોકોને જાગૃત કરીને ‘કોરોના’ પરત્વે શિક્ષિત કરી રહ્યા છે. તેમના ઘણા કાટુનો વાયરલ થઇને દુર દેશાવર પણ ચર્ચામાં રહ્યા છે. કલાકારો પણ સમાજ સુધારણા કે આવી પડેલી આપતિમાં પોતાની કલા માધ્યમથી સેવા કરી રહ્યા છે. ત્યારે કલાકાર સંજયે કેન્સર ભૃણહત્યા, એઇડ્મ સાથે કરન્ટ અફેર, તહેવારો સમયે, અચુક એક વ્યંગ સાથેની કૃતિ રજુ કરીને જન માનસને વિચારતા કર્યા છે.
તેમનાં કેરીકેચર નો યુવા વર્ગ જબ્બર ચાહક છે. તેઓ ઇડિયર માધ્યમથી નામાંકિત અબખારોમાં કાર્ટુન આપે છે. દર શનીવારે રેસકોષ ખાતે ‘લાઇવ પ્રોટ્રેઇટ કલબ’ ચલાવે છે જેમાં યુવા ચિત્રકારો લોકોનાં લાઇવ સ્કેચ બનાવીને કલા જાગૃતિ લાવી રહ્યા છે.
‘અબતક’ સાથેની વાતમાં સંજય કોરીયાએ જણાવેલ કે કલાકારો પોતાની કલા માધ્યમથી લોકોને જાગૃત કરવાનો હમેંશા પ્રયાસ કરી રહ્યા છે. કોઇપણ કલાકારનું નાનકડું ચિત્ર ઘણી બધી વાતો સમજાવી જાય છે. કાંઇ પણ શબ્દો ન લખ્યા હોય તેમ છતાં દરેકને જોનારને, તુરંત જ સમજાય એવા વ્યંગ સાથેની વાતો સંજય કોરીયાના કાર્ટુનમાં હોય છે. ટીમના ફેસબુક પેઇજ ‘ઇડિયટવ્યુ’ ઉપર અસંખ્ય લાઇકો કોમેન્ટો મળી રહી છે.કલાકારના આવા નુટન અભિગમથી કલા રસિકોની સાથે યુવા વર્ગ તથા નગરજનો સરાહુના કરી રહ્યા છે.