આમ તો નાના બાળકો વધુ પડતાં કાર્ટૂન જોવાનું પસંદ કરતાં હોય છે . આપણે ઘણી બધી કાર્ટુન સીરીઝ વિશે સાંભળ્યું હોય છે અને જોતા પણ હોય છે. પણ શું તમને ખબર છે ઘણા કાર્ટુન પાછળ ઘણા બધા ફેક્ટ પણ હોઈ છે .
લાયન કિંગ :
લાયન કિંગ અત્યાર સુધીની સૌથી લોકપ્રિય ફિલ્મોમાંની એક છે. જે લોકોએ લાયન કિંગ જોઈ છે તે આ ફિલ્મ સાથે ઈમોશનલી ખૂબ જ જોડાયેલા છે. એ ફિલ્મમાં એવી અનેક ક્ષણો હતી જે તમને રડાવી દે અને લાંબો સમય તમારા માનસપટ પર અસર છોડી જાય. પણ આપણે કદાચ એમ થાય કે આ કલ્પનાનો ભાગ હોઈ શકે અથવા કોઈ પુસ્તકમાંથી બનાવેલ હોઈ પણ વાસ્તવિકતામાં તેની પાછળ એક સંશોધન કરવામાં આવ્યું હતું. ડિઝનીએ ધ લાયન કિંગ ફિલ્મ માટે સંશોધન કરવા માટે 1991માં કેન્યાના હેલ્સ ગેટ નેશનલ પાર્કમાં એનિમેટર્સની એક ટીમ મોકલી હતી અને એ ટીમ દ્વારા સમગ્ર જગ્યાનું રીસર્ચ કરવામાં આવ્યું હતું.
સિમ્પસન:
ખાસ કરીને અલગ અલગ પ્રકારના ઓટીટી પ્લેટફોર્મ પર પણ સીરીઝ રીલીઝ થતી હોઈ છે. પણ તમને ખબર છે કે કાર્ટુન માં ખાસ કરીને એક સૌથી ફેમસ અને પ્રાઇમ-ટાઇમ એનિમેટેડ શ્રેણી કે જે ઘણા લાંબા સમય સુધી ચાલી હતી અને હજુ પણ લોકોના દિલમાં રાજ કરે છે . સિમ્પસન કે જે ૧૯૮૭ માં શરુ થઇ હતી. અને સૌથી લાંબા સમય સુધી ચાલી હતી. ધ સિમ્પસન્સ એ અમેરિકન એનિમેટેડ સિટકોમ છે જે મેટ ગ્રોનિંગ દ્વારા ફોક્સ બ્રોડકાસ્ટિંગ કંપની દ્વારા બનાવામાં આવી છે. જેમાં કેરકટર વિશે વાત કરીએ તેમાં જેમાં હોમર, માર્જ, બાર્ટ, લિસા અને મેગી વગેરે એ લોકોના દિલ પર રાજ કર્યું છે.
ટોમ એન્ડ જેરી:
નાનાથી લઇને મોટેરા સુધી કોઈ પણ વ્યક્તિને એક કાર્ટુન કેરેક્ટર વિશે પૂછવામાં આવે તો ટોમ એન જેરી જ યાદ આવે છે . છેલ્લા ૬ દાયકા થી વધુ સમયથી સફળતા પૂર્વક લોકોના હૃદયમાં તેણે સ્થાન મેળવેલ છે. ટેલિવિઝન શ્રેણી ધ ટોમ એન્ડ જેરી શો (1975), ધ ટોમ એન્ડ જેરી કોમેડી શો (1980–1982), ટોમ એન્ડ જેરી કિડ્સ (1990–1993), ટોમ એન્ડ જેરી ટેલ્સ ( 2006–2008), અને ધ ટોમ એન્ડ જેરી શો (2014–2021). શ્રેણી પર આધારિત પ્રથમ ફીચર-લેન્થ ફિલ્મ, ટોમ એન્ડ જેરી: ધ મૂવી, 1992માં રિલીઝ થઈ હતી, અને 2021માં લાઈવ-એક્શન એનિમેટેડ હાઈબ્રિડ ફિલ્મ સાથે 2002 થી 13 ડાયરેક્ટ-ટુ-વિડિયો ફિલ્મોનું નિર્માણ કરવામાં આવ્યું છે.