હાઈડ્રોજનને પેટ્રોલ-ડીઝલ કે ગેસના સ્થાને વિકલ્પ તરીકે ઉપયોગ કરવા કંપનીઓ દ્વારા સંશોધન: ઈલેકટ્રીક કારમાં તો હાઈડ્રોજન ફયુઅલ સેલની બોલબાલા
હાઈડ્રોજનને હજુ સુધી ઈંધણ તરીકે પુરતી માન્યતા મળી નથી, હાઈડ્રોજન વધુ જ્વલનશીલ હોવાથી વાહનમાં વિસ્ફોટ થઈ શકે તેવી દહેશત હોય છે. જો કે હવે અત્યાધુનિક મશીનરીના કારણે ટ્રેન અને પ્લેન તેમજ ટ્રક જેવા વાહનો હાઈડ્રોજનથી દોડી શકે છે.
વર્તમાન સમયે ઈલેકટ્રીક કારમાં હાઈડ્રોજનને બેટરી માટે ઈંધણ તરીકે ઉપયોગમાં લેવાય છે. થોડા સમય પહેલા ટોયાટા દ્વારા મીરાઈ સેડાન લોંચ કરવામાં આવી હતી. જેમાં હાઈડ્રોજનનો ઉપયોગ ફયૂલ સેલ તરીકે થયો હતો. અગાઉ 2014માં પણ હ્યુડાઈ દ્વારા નેકસો એસયુવી લોન્ચ થઈ હતી. પ્રારંભીક તબક્કે રિટેલ પ્રાઈઝ સામાન્ય ગ્રાહકોને પોસાય તેવા નથી હોતા. હાલ વિશ્ર્વ આખામાં રિચાર્જીંગ સ્ટેશનની સંખ્યા ખુબ ઓછી છે. માટે ઈ-વાહનો દોડાવવા સામે કેટલાંક પડકારો ઉભા થયા છે.
કેટલાંક ઓટો મેકર્સ અત્યારે વાહનોના ચાર્જીંગ માટે હાઈડ્રોજનનો ઉપયોગ કરવા તરફ નજર દોડાવી રહ્યાં છે. હવાઈ જહાજમાં ડિઝલના સ્થાને હાઈડ્રોજનનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તે ઉપર પણ નજર દોડાવાઈ રહી છે. હાઈડ્રોજનમાં સૌથી મોટી ખાસીયત એ છે કે તે ઝડપથી ફયુલ થઈ જાય છે ઉપરાંત હાઈડ્રોજનનો વજન પણ નથી. હ્યુડાઈએ અગાઉ હાઈડ્રોજનનો કારમાં ઉપયોગ કરવા પ્રોટોટાઈપ બનાવ્યું હતું. અગાઉ નિકોલા નામની અમેરિકન કંપનીએ હાઈડ્રોજન આધારિત ટ્રકનું નિર્માણ કર્યું હતું. કેટલીક કંપનીઓ દ્વારા બસને ચલાવવા હાઈડ્રોજનનો ઉપયોગ થઈ શકે કે કેમ ? તે અંગે તપાસ ચાલી રહી છે. જો આ ઉપયોગ થવા લાગે તો અલાયદા નેટવર્કની જરૂર રહેશે.
ઉલ્લેખનીય છે કે, વિશ્ર્વમાં પેટ્રોલ-ડિઝલ કે સીએનજી ગેસ કરતા અન્ય ઈંધણ ઉપર પણ નજર દોડાવાઈ રહી છે. વર્તમાન સમયે ફર્ટીલાઈઝર બનાવવા માટે હાઈડ્રોજનનો ભરપુર ઉપયોગ કરવામાં આવે છે.
2050 સુધીમાં સીમેન્ટ, કેમીકલ કે સ્ટીલ જેવા મોટા ઔદ્યોગીકમાં ઉપયોગ થવા લાગશે તેવું લાગી રહ્યું છે.