અમેરિકાની પ્રાઈવેટ સ્પેસ કંપની સ્પેસએક્સેએ બુધવારે વહેલી સવારે તેમનું ફોલ્કન હેવી રોકેટનું સફળ લોન્ચિંગ કર્યું છે. તેને ભારતીય સમય પ્રમાણે રાતે 12 વાગે લોન્ચ કરવાનું આયોજન હતું પરંતુ છેલ્લી ઘડીએ તેના લોન્ચિંગનો સમય આગળ વધારવામાં આવ્યો અને રાતે 2.25 વાગે આ રોકેટ લોન્ચ કરવામાં આવ્યું હતું. કંપનીનું કહેવું છે કે, આ અત્યારે ઉપયોગમાં લેવાતા સૌથી પાવરફુલ રોકેટ ડેલ્ટા-4 હેવીથી બમણુ વજન લઈ જવા માટે સક્ષમ છે. ફોલ્કન હેવીથી આગામી સમયમાં લોકોને ચાંદ અને મંગળ ઉપર પણ મોકલી શકાશે. હાલ તેમાં ફ્યૂચરનો સ્પેસ સૂટ પહેરેલું એક પુતળું અને કંપનીના માલિક એલન મસ્કની ચેરી રેડ કલરની ટેસ્લા કાર મોકલવામાં આવી છે.

કેટલું શક્તિશાળી, કેટલું મોટું છે ફાલ્કન હેવી?

એન્જિન: 27

લંબાઈ: 70
વજન: 63.8 ટન (બે સ્પેટ શટલ બરાબર)
કેટલું વજન ઉઠાવી શકે છે: 64 ટન
કુલ તાકાત: 18 એરક્રાફ્ટ- 747ની બરાબર

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.