વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનારા કોવીડ 19 જન્ય કોરોના સાથે માનવજાતને લાંબા સમય સુધી પનારો રાખવો પડશે કોરોનાની મૂળભૂત લાક્ષ્ણીકતા સતત પણે બદલાઈ રહી છે. કાંચીડાથી પણ ઝડપથી રંગ બદલતા કોરોના અંગેની માન્યતા અને તેના ઈલાજ અને બચાવની પધ્ધતિ પણ સતત બદલાતીરહે છે. અગાઉ પ્રથમ વાયરામાં કોરોના સપાટી સંપર્કથી ફેલાતો રોગ તરીકે ઓળખમાં આવ્યો હતો. ત્યાર પછી હવામાં સંક્રમણ ફેલાતો હોવાનું અને મોહ, આંખ કે નાક વાટે કોરોનાના જીવાણી શરીરમાં દાખલ થયા પછી ભારે તાવ, આંખમાં બળતરા અને શરદીના લક્ષણો દેખાય તો કોરોના સમજી લેવાનું જણાવાતું હતુ ત્યાર પછી કોરોનાનું આક્રમણ ફેફસા સુધી પહોચ્યાનું બહાર આવ્યું. હવે કોરોના લક્ષણો કાંચીડીયાની ઝડપથી બદલાઈ રહ્યા છે. નવા સંક્રમણમાં તાવ, શરદી , ઉધરસ ન હોય છતા કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવી રહ્યો છે.
ફેફસાના રોગ તરીકે વગોવાયેલા કોરોનાથી આંતરડા, પાચનક્રિયા, હૃદય અને પેરેલીસીસનું કારણ બને છે. કોરોનાથી હૃદય અને મગજને પણ અસર થાય છે. પેરાલીસીસ અને હાર્ટએટેક કોરોના જવાબદાર મનાય છે.
માત્ર ઝાડા, માથાનો દુ:ખાવો આંખ લાલ થઈ જવી પ્લેટલેટ ઘટી જવા સહિતના લક્ષણો પણ કોરોનાનું કારણ માનવામા આવી રહ્યું છે અત્યાર સુધી શ્ર્વાસ અને ફેફસાની સમસ્યાના રૂપમાં કોરોનાને જોવામાં આવતો હતો હવે નવા અભ્યાસમાં કોરોનાના કારણે લોહીનું જામીજવું હૃદયરોગ અને પેરાલીસીસના હુમલા માટે પણ જવાબદાર ગણવામાં આવે છે.
કોરોનાના નવા બદલાઈ રહેલા રૂપ હજુ કેટલા રંગ બદલશે તે કેવુ અનિશ્ર્ચીત છે. કોરોના સામે સુરક્ષીત થવા માટે શરીરની રોગપ્રતિકારક શકિત બળવતર બનાવવાનું કહેવામા આવે છે. અલબત કોરોનાની રસી લીધા પછી પણ ટેસ્ટ પ્રોઝીટીવ આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો કોરોનાની આ ભૂતાવળ ખૂબજ માયાવી બનતી જાય છે. કોઈ સંજોગોમાં કોરોના સામે સંપૂર્ણ પણે સુરક્ષાના દાવા કરી શકાય તેવી પરિસ્થિતિ નથી સંપર્કથી, સપાટી સુધી અને સંસર્ગથી કોરોના ફેલાતો હોવાની માન્યતા હવે જૂની થઈ ગઈ છે. હવે તો કોરોનાના દર્દીઓ સાથે સ્નાનસુચકનો સંપર્ક ન હોય તેવી વ્યકિતને પણ ઈનફેકશન લાગે છે. શરીરમાં સારી તંદુરસ્તી અને કહેવાતી ઈમ્યુનીટી પાવર હોવા છતા કોરોનાનો ચેપ લાગે છે. રસી લીધા પછી પણ કોરોના પ્રોઝીટીવ આવે છે. ત્યારે કોરોના હવે માત્ર ફેફસાની નહી પણ આંતરડા, પાચન સીસ્ટમ હૃદય,મગજ, ત્વચાથી લઈ શરીરનાતમામ અવ્યવોને ઝપટમાં લેતી મહામારી બની ચુકી છે. ત્યારે દરેક વ્યકિત, પરિવારે શરીરની નાની એવી આરોગ્ય લગતી સમસ્યા કે બીમારીના લક્ષણો દેખાય તો તુરંત જ ટેસ્ટ કરાવવાની સાવચેતી દાખવી પડશે.