સાયબર ક્રાઇમ અવનેશ સેમિનારમાં સિનિયર સિટીઝન, મહિલા અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના યુગમાં મહિલાઓની હેરાન કરવાના રસ્તા બદલાયા: નિષ્ણાંતોનું મંતવ્ય
સલામતી માટે લોઅરકેશ અને અપરકેશ વાળા શબ્દો સાથે દસ શબ્દોનો પાસવર્ડ રાખવો જરૂરી
શહેરમાં સાયબર ક્રાઇમ અવરનેશ માટે પોલીસ અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિર્વસિટી તેમજ ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિર્વસિટીના સંયુકત ઉપક્રમે હેમુ ગઢવી હોલ ખાતે યોજાયેલા સેમિનારમાં શુ સાવચેતી રાખવી તે અંગે તજજ્ઞ દ્વારા મત વ્યક્ત થયો હતો. મેંગ્લોરના ડો.અનંત પ્રભુએ ઇન્ટરનેટ અને સોશ્યલ મીડિયાના યુગમાં થોડી સાવચેતી અને સલામતી રાખો તો ડિઝીટલ યુગ સારો અને સવલતભર્યો ગણાવ્યો હતો.
હેમુ ગઢવી હોલ ખાતે યોજાયેલા સાયબર ક્રાઇમ અવનેશ સેમિનારનું દિપ પ્રગટાવી ઉદઘાટન કરાયું હતું ત્યારે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી અજયકુમાર ચૌધરી, નાયર પોલીસ કમિશનર ઝોન-૧ રવિ મોહન સૈની, નાયબ પોલીસ કમિશનર ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, એસીપી જે.એસ.ગેડમ, એડિશનલ ડાયરેકટર (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ગાંધીનગર) હિતેશ સંઘવી, સાયબર સિક્યુરીટી ટ્રેઇનર એન્ડ ઓથર અનંત પ્રભુ જી., એરફોર્સ એનએસજી સીઆરપીએફના ઓફિસરને તાલિમ આપતા મુકેશ ચૌધરી, સાયબલ લોના નિષ્ણાંત એડવોકેટ મનન ઠકકર, જીટીયુના આસિસ્ટન્ટ પ્રોફેસર દિપક ઉપાધ્ય્ય, એમઇ સાયબર સિક્યુરીટીના નરેશકુમાર, એમઇ સાયબર સિક્યુરીટીના કૃપાલી જોષી ઉપસ્થિત રહ્યા હતા.
સાયબર ક્રાઇમ અવનેશ સેમિનારમાં રાજકોટ શહેરના સિનિયર સિટિઝન, મહિલાઓ અને સાયબર ક્રાઇમનો ભોગ બનેલા વ્યક્તિઓ તેમજ અન્ય નાગરિકો મોટી સંખ્યામાં હેમુ ગઢવી હોલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારમાં સાયબર ક્રાઇમ અવનેશ સેમિનારમાં ફ્રોર્ડ, સોશ્યલ મીડિયા ક્રાઇમને લગતા વિષયો ઉપર સાયબર ક્ષેત્રના તજજ્ઞ અને જીટીયુના ટેકનિકલ પ્રોફેસર દ્વારા સાયબર ક્રાઇમ અંગે જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરી મહત્વના સુચન કરાયા હતા. તેમજ સાયબર લો અંગે માહિતી આપવામાં આવી હતી.
શહેર પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ અને મહિલા સલામતિ વિષય ઉપર યોજવામાં આવેલા સેમિનારમાં મેંગ્લોરના તજજ્ઞ ડો.અનંત પ્રભુએ જણાવ્યું કે, ઇન્ટરનેટ અને સોશ્યલ મિડીયાના આજના જમાનામાં મહિલાઓને હેરાન કરવાના રસ્તા બદલાયા છે પણ જો થોડી સાવચેતી અને સલામતી રાખવામાં આવે તો ડિઝીટલ જમાનો સારો અને સવલત ભર્યો છે.
ઇન્ટરનેટ વર્લ્ડમાં એવા પણ હેકર કાર્યરત છે ત્રણ મિટર દુરથી લેવામાં આવેલી તમારી તસવીરના આધારે તમારા ફિંગર પ્રિન્ટ લઇ શકે છે. આવો કિસ્સો જર્મનીમાં બન્યો હતો. એટલે આપણે આપડી તસવીરો લેવામાં કે તેને સોશ્યલ મિડીયા પર અપલોડ કરવામાં તકેદારી રાખવી જોઇએ તેમ જણાવ્યું હતું.
કેટલીક એપ્લીકેશન એવી છે કે, જે કેમેરાના એકસેસ માગી લે છે અને તેના થકી તમારો મોબાઇલ ફોનના કેમેરા યુઝર્સને ખબર ન પડે તેમ ચાલુ કરી શકે છે. સ્ટેગ્નોફિક મેસેજ આજે બહુ વાયરલ થાય છે. એટલે કે, કોઇ તસવીરમાં કેવી રીતે સેર થાય કે તે તસવીર સેર નહી કરો તો પાપ લાગશે કે કોઇ નુકસાન થશે આવી તસવીરોમાં ટ્રોઝન માલવેર છુપાવેલો હોય છે. જે તમારા ફોનમાં કેમેરા ઓન અને ઓફ કરી શકે છે. ફોન ગેલેરી હેક કરી શકે છે આવા કિસ્સામાં મહિલાઓના અંગત ફોટા લઇ લેવામાં આવે અને તેને વિકૃત રીતે સકયુલર કરી દેવામાં આવે છે. આવી બાબતોથી બચવા કેમેરા કવરનો ઉપયોગ કરવો હિતાવહ છે. જેથી ભુલથી પણ કોઇ માલવેર મોબાઇલમાં આવી જાય તો કેમેરાથી કસુ કેપચર થઇ ન શકે તેમ જણાવ્યું હતું.
પ્રભુએ રિચાર્જ ફ્રોડ અંગે માહિતી આપતા કહ્યું કે, કોઇ મહિલા જ્યારે, પોતાના મોબાઇલ ફોનનું રિચાર્જ કરાવવા માટે જાય ત્યારે, રિચાર્જ કરાવવા વાળી વ્યક્તિ તેનો મોબાઇલ નંબર લઇ લે છે અને બાદમાં તેને પરેશાન કરે છે. ઘણી વખત એવું પણ બને છે કે ફોન રિપેર કરાવવા વાળા પણ મોબાઇલ ડેટા ચોરી લે છે અને તેનો વિકૃત ઉપયોગ કરે છે. આનાથી બચાવા બને ત્યાં સુધી ઓનલાઇન રિચાર્જ કરાવી લેવાય અને વિશ્વાસપાત્ર, ઓથોરાઇઝ્ડ કંપની પાસે જ મોબાઇલ રિપેર કરાવવા જોઇએ. વિડીઓ ચોરાવાના બનાવમાં ડીપ ફેકિંગ થતું હોય છે.
એટલે કે, વિડીઓ એવી રીતે એડિટ કરવામાં આવે છે કે તેમાં બીજી જ કોઇ વ્યક્તિનો ચહેરો મૂકી દેવામાં આવે છે અને આવા વિડીઓ વિકૃત વેબસાઇટ ઉપર મૂકી દેવામાં આવે છે. અથવા તો ભોગ બનનારી મહિલાનું ઉત્પીડન કરવામાં આવે છે. તેમણે ઓનલાઇન ડેટિંગથી બચવા માર્ગદર્શન આપ્યું હતું.
તેમણે એક મહત્વપૂર્ણ વાત જણાવતા કહ્યું કે, જેમ પાસવર્ડ નાનો એમ તે ઓછા સમયમાં હેક કરી શકાય છે. ઓછા અક્ષરના પાસવર્ડ માત્ર ગણતરીની સેકંડમાં હેક થઇ શકે છે. સલામતી માટે લોઅરકેસ અપરકેસ વાળા શબ્દો સાથે દસ શબ્દોનો પાસવર્ડ રાખવો જોઇએ.
ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીના અધિક નિયામક હિતેશ સંઘવીએ કહ્યું કે, ઇવ ટિઝિંગ, છેડતી, ભૃણહત્યા, અપહરણ, જાતીય હુમલા, એસીડ ફેંકવા, દહેજ સંબંધી ગુનાઓનો ભોગ મહિલાઓ બને છે. હવે, ડિઝીટલ યુગમાં મહિલાઓને પરેશાન કરવામાં આવે છે. ફેકઆઇડી બનાવી મહિલાઓને પરેશાન કરવામાં આવે છે. વિકૃત તસવીરો સોશ્યલ મીડિયામાં શેર કરી દેવામાં આવે છે. તેની સામે રાજ્ય સરકારે હવે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન શરૂ કર્યા છે. વિવિધ પદ્ધતિઓના ઉપયોગ થકી અપરાધીઓને પકડી લેવામાં આવે છે.
આ વેળાએ રાજકોટ શહેર સાયબર પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી નોંધપાત્ર કામગીરીનું પીપીટીના માધ્યમથી નિદર્શન કરવામાં આવ્યું હતું.
ઉક્ત વક્તાઓ ઉપરાંત મુકેશ ચૌધરી, મનન ઠક્કર, દીપક ઉપાધ્યાય, કૃપાલી જોશીએ માર્ગદર્શન આપ્યું છે.
સેમિનારમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, અધિક પોલીસ કમિશનર અજય ચૌધરી, નાયબ પોલીસ કમિનર રવિ મોહન સૈની, મનોહરસિંહ જાડેજા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓઉપસ્થિત રહ્યા હતા.
સાયબર સિકયોરીટીને લઈ જાગૃતતા જરૂરી: હિતેશ સંઘવી
રાજકોટ ખાતે સાયબર સિકયોરીટી અવેરનેસને લઈ એક વિશેષ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે એડિશનલ ડાયરેકટર એફએસએલ યુનિવર્સિટીનાં હિતેશભાઈ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને સાયબર સિકયોરીટીને લઈ લોકોમાં જાગૃતતા કેળવવામાં આવે તે દિશામાં અનેકવિધ ચર્ચા અને વિચારણા પણ કરી હતી. સાથો સાથ તેઓએ જણાવ્યું હતું કે, ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી ઘણા ખરા ક્રાઈમનાં બનતાં કેસોને નિવારવા માટે મદદરૂપ સાબિત થયા છે ત્યારે જરૂરી એ છે કે લોકો દ્વારા સાયબર સિકયોરીટીને લઈ જાગૃતતા કેળવવામાં આવે. રાજકોટ ખાતે જે સાયબર અવેરનેસને લઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં હું વિશેષરૂપથી રાજકોટનાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલનો આભાર માનું છું. કારણકે હાલ જે રીતે ગુનામાં વધારો થતો જોવા મળે છે તેમાં સાયબર ગુનાનું ચલણ અને પ્રમાણ દિન-પ્રતિદિન વધતું જોવા મળી રહ્યું છે. જેથી ગુજરાતની જનતા સાયબર ગુનાનો કે સાયબરનો ભોગ ન બને તે માટે તેમનામાં જાગૃતતા હોવી અનિવાર્ય છે.
સાયબર ગુનાનું પ્રમાણ પ્રતિ મિનિટ વધી રહ્યું છે જેને રોકવું ખુબ જ મહત્વનું: ડો.અનંત પ્રભુજી
મેંગ્લોરથી આવેલા સાયબર સિકયોરીટી ટ્રેનર ડો.અનંત પ્રભુજીએ અબતક સાથે વિશેષ વાતચીતમાં જણાવ્યું હતું કે, સાયબર ગુનાનું પ્રમાણ પ્રતિદિવસ નહીં પરંતુ પ્રતિ મિનિટ વધી રહ્યું છે જેથી તેને રોકવું ખુબ જ મહત્વનું પાસુ બની ગયું છે. હાલ ગુજરાતની જનતા સાયબરથી થતાં ગુનાને કઈ રીતે રોકવા તે માટે હરહંમેશ પ્રયત્ન કરી રહ્યું છે પરંતુ જાગૃતતાનો અભાવ જોવા મળતાં લોકો સાયબર ગુનાનો ભોગ બનતા નજરે પડે છે. માત્ર લોકો જો સાયબરનાં નિયમોનું પાલન કરે તો તે ભોગ બનતાં અટકી જશે. અંતમાં તેઓએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં કોઈ વ્યકિત તેમનો એટીએમ પીન નંબર હોય કે સીવીવી નંબર હોય તે તેનાં અંગત મિત્રને પણ ન કહે તે પ્રકારની તકેદારી રાખવી ખુબ જ જરી છે જો લોકો આટલું કરતા થઈ જશે તો તે સાયબર ગુનાનો ભોગ નહીં બને.