વર્ષોથી ચાલી આવતી આપણી શિક્ષણ પ્રણાલીમાં કલા, કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહમાં અમલમાં છે ત્યારે આજના ઇન્ફરમેશન ટેકનોલોજી યુગમાં વિજ્ઞાન, વાણિજ્ય અને આર્ટ્સ પ્રવાહ થયો છે. શિક્ષણમાં સૌથી અગત્યનો યુટર્ન ધો.10-12થી શરૂ થતું હોય આ વિજ્ઞાન પ્રવાહના છાત્રોની કારકિર્દીલક્ષી એકાગ્રતા શહેરની ચોમેર શાળામાં જોવા મળે છે. એક સર્વેક્ષણ મુજબ આવા તેજસ્વી છાત્રોમાં પણ સફળતાનો રેશિયો 70 ટકા જેવો જોવા મળે છે. વિદ્યાર્થીની કારકિર્દીમાં શ્રેષ્ઠ વણાંક ધો.10-12ની સફળતા બાદ જ આવતો હોવાથી છાત્રો, પરિવાર સાથે તમામ લોકો સંતાનના ભવિષ્ય માટે તનતોડ મહેનત કરે છે.
વિજ્ઞાન એટલે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન, આ જ્ઞાન મેળવ્યા બાદ છાત્રો મેડીકલ, એન્જીનીયરીંગ કે આઇ.ટી.ના ક્ષેત્રમાં કે કોમ્પ્યૂટર સોફ્ટવેર સાથે આગળ વધી શકે છે. આ બે વર્ષનો ગાળો વિદ્યાર્થીના જીવનમાં સૌથી અગત્યનો હોવાથી તેની દિનચર્યા જ બદલાય જાય છે. શિક્ષણમાં કલા માધ્યમ સાથે લાઇફ સ્કીલ સાથે તેના જીવન કૌશલ્યોનું મહત્વ હોવાથી સાયન્સ પ્રવાહના છાત્રોએ તેને હસ્તગત કરવા જરૂરી છે. સંર્વાગી વિકાસમાં મૂલ્ય શિક્ષણ સાથે આવા ગુણો છાત્રોમાં વિકસવા જરૂરી છે. સાયન્સ પ્રવાહમાં રસ, રૂચી અને વલણોનું વિશેષ મહત્વ હોવાથી બાળકના વિકાસ માટે મા-બાપે સૌથી વધુ દરકાર લેવી જરૂરી છે. ‘અબતક’ના કેમેરામાં શહેરની વિરાણી હાઇસ્કૂલના ધો.10-12ના તેજસ્વી તારાલા શોધ-સંશોધન સાથે સ્વ-અધ્યયન કરતા કેદ થયા હતા.