એસએસસી બોર્ડના રીઝલ્ટની પૂર્વ સંધ્યાએ બ્રહ્મ સર્વિસ સોશ્યલ ફોરમ કેશોદ અને કરીયર ગાઈડન્સ ટ્રસ્ટ કેશોદ શાખાના સંયુકત ઉપક્રમે તારીખ ૨૭ મેને રવિવારે સાંજે ૫ કલાકે કારકિર્દી માર્ગદર્શન સેમીનાર પાઠક સ્કૂલના પરીસરમાં આયોજન કરવામાં આવેલ હતું. કરીયર ગાઈડન્સ ટ્રસ્ટના વ્યાખ્યાતા વકતા ડો.પી.ટી.પંડયા પૂર્વ જીલ્લા શિક્ષણ અધિકારી અને નિવૃત સચિવ ગાંધીનગરથી ખાસ ઉપસ્થિત રહેલ ૮૪ પ્રકારની આવડતો દ્વારા કારકિર્દી પસંદગી અને જિલ્લા શિક્ષણ ભવન દ્વારા તૈયાર કરેલ સાયકો એનાલીસીસ ટેસ્ટની મદદથી વિદ્યાર્થીના રસ ચિને અનુપ ક્ષેત્ર પસંદ કરવા સુચવ્યું ૭૦ વર્ષના શૈક્ષણિક અનુભવોનો નિચોડ ટાલવી કેશોદ શહેરના વિદ્યાર્થી અને વાલીઓને ન્યાલ કરી દીધા નાની વયના કંપની સેક્રેટરી અને શહેરની એની પી આર્ટસ કોમર્સ કોલેજના વ્યાખ્યાતા સર ગુંજન કોટેચા દ્વારા શિક્ષણની પ્રાણીઓમાં વિધ પ્રણાલી અને કરીયરમાં માતાપિતાનો ફાળો વિષયે કેરીયરના વિધ પરિબળોને માર્કશીટનું મુલ્ય એ અંગે ઉદાહરણો સાથે વાલીને જાગૃત કર્યા તેમ જ પોતાના સ્વાનુભવે વિદ્યાર્થીને પણ વ્યકિતગત જવાબદારીની શીખ આપી હતી.