ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ દ્વારા સૌ પ્રથમવખત આયોજન: પ્રમુખ નરેન્દ્રબાપુના અઘ્યક્ષસ્થાને ધો.૮થી કોલેજ સુધીના છાત્રો માટે આયોજન: અગ્રણીઓ અબતકની શુભેચ્છા મુકાલાતે
ગુર્જર ક્ષત્રીય કડિયા સમસ્ત દ્વારા શહેરમાં અનીકવિધ પ્રવૃતિઓ ચાલી રહીછે. તમામ જ્ઞાતિજનોના હિતમાં પ્રમુખ નરેન્દ્રભાઇ સોલંકી દ્વારા વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવે છે. આ ઉપક્રમે સમસ્ત કડીયા જ્ઞાતિના વિઘાર્થીઓના સુખદ ભવિષ્ય માટે તેમની કારકીદીને યોગ્ય દિશા આપવા સમસ્ત જ્ઞાતિના વિઘાર્થીઓ માટે સૌ પ્રથમ વખત કારકીર્દી માર્ગદર્શન સેમીનારનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
ધો. ૧૦-૧ર પછી ડીગ્રી કે ડીપ્લોમાં શું કરવું? ગ્રેજયુએટ, માસ્ટર્સ માટેના નવા કોર્ષો, ભારત બહાર અભ્યાસ અર્થે જવા માટે કયા પ્રકારના કોર્ષ કરવા, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કયારથી અને કેવી રીતે કરવી તથા તેમા સફળતા કેમ પ્રાપ્ત કરવી. બેકીંગ સર્વિસીઝ, સીવીલ સવિસીઝ રેલવે ભરતી વગેરે ભરતી પરીક્ષાઓનું માર્ગદર્શન આપવા તેમજ સરકારમાંથી ઓબીસી સમાજને મળતા લાભો, એજયુકેશન લોન વિશેની સંપૂર્ણ માહીતી આ સેમીનારમાં આપવામાં આવશે. તદઉપરાંત બહેનો માટે સહકારની વિવિધ યોજનાઓ દ્વારા મળતા આર્થિક લાભ વિશે માર્ગદર્શન પણ ઉપસ્થ્તિ તજજ્ઞોદ્વારા આપવામાં આવશે.
ધો. ૮ થી કોલેજ સુધીના તમામ વિઘાર્થીઓ બહેનો માટે આ સેમીનારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં તમામ શૈક્ષણિક ક્ષેત્રોના અનુભવી નિષ્ણાંતો ઉ૫સ્થિત રહી માર્ગદર્શન આપશે. કારકીદી માર્ગદર્શન સેમીનાર તથા વિમેન એમ્પાવરમેન્ટ સેમીનાર ખાસ વિઘાર્થીઓ અને બહેનોમાટે તા. ૨૦-૪ ને શનિવારના રોજ સાંજે ૬.૩૦ કલાકે હેમુગઢવી હોઇ રાજકોટ ખાતે યોજાશે. દરેક વિઘાર્થી સાથે તેમના માતા-પિતાને પણ માહીતી આપવાની હોવાથી દરેક વિઘાર્થીઓ સાથે વાલીઓ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવો ઓબીસી નિગમના ચેરમેન અને કડિયા જ્ઞાતિના પ્રમુખ નરેન્દ્રભાઇ સોલંકી દ્વારા અનુરોધ કરાયો છે.
આ આયોજનને સફળ બનાવવા માટે નરેન્દ્રભાઇ સોલંકીની અઘ્યક્ષતામાં જ્ઞાતિ સમસ્તના આગેવાનો અને વડીલો સાથે વિઘાર્થી મંડળ તથા નવ યુવાનોની ટીમ જહેમત ઉઠાવી રહ્યા છે. આ માટે અગ્રણીઓ અબતકની શુભેચ્છા મુલાકાતે વધુ માહીતી માટે હસુભાઇ ચોટલીયા (મો. ૯૪૨૮૨ ૫૮૫૩૪ અથવા હસમુખભાઇ ગોહેલ મો.નં. ૯૯૨૫૨ ૮૯૭૦૮ નો સં૫ર્ક કરવા જણાવાયું છે.