- 500 થી 700 જેટલા યુવાઓ જોડાયા
- પ્રોબેશન DYSP નયનાબેન ગોરડીયા માર્ગદર્શક બન્યા
- યુવાઓ માટે આ સેમિનાર પથદર્શક સાબિત થયો
જામનગર ન્યૂઝ : છેલ્લા કેટલાક સમયથી યુવાનો સરકારી નોકરી મેળવવા માટે તૈયારી કરી રહ્યા છે, ઘણા એવા પણ વિદ્યાર્થીઓ છે જેવો ખરા અર્થમાં જરૂરિયાતવાળા હોઈ છે. પરંતુ યોગ્ય માર્ગદર્શન ન મળવાને કારણે તેઓ યોગ્ય રીતે તૈયારી કરી શકતા નથી, તો કોમ્પિટિશનના આ યુગમાં વિદ્યાર્થીઓ નાસીપાસ થઈને પરીક્ષાની તૈયારી અધવચ્ચે જ છોડી દેતા હોય છે. ત્યારે જામનગરમાં પોલીસ દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. જેમાં 500 થી 700 જેટલા યુવાઓ જોડાયા હતા. આ વિદ્યાર્થીઓ માટે જામનગરના પ્રોબેશન DYSP નયનાબેન ગોરડીયા માર્ગદર્શક બન્યા હતા. આ દરમિયાન પ્રોબેશન DYSP નયનાબેન ગોરડીયાએ પોતાના સંઘર્ષ અને સફળતાની કહાની વર્ણવી હતી. જે યુવાઓ માટે ખૂબ પથદર્શક સાબિત થઈ હતી.
સચોટ અને નિશુલ્ક માર્ગદર્શન અપાયું
આજના યુવાનો સરકારી નોકરીથી ખૂબ આકર્ષાઈ રહ્યા છે. પરંતુ તેમાં રહેલી મોટી સ્પર્ધાને લઇને તેઓ નાસીપાસ થાય છે. જેને લઈને અંતે ખૂબ મહેનત કરવા છતાં તેઓ પરીક્ષાની તૈયારી છોડી દે છે. જેથી તેમની કારકિર્દી માટે મહત્વના ગણાતા સમયનો દુરુપયોગ થાય છે. ત્યારે જામનગરમાં પોલીસ દ્વારા કારકિર્દી અંગે માર્ગદર્શન માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સચોટ અને નિશુલ્ક માર્ગદર્શન અપાયું હતું.
લગ્ન પછી કરિયર ન બની શકે તેવી વાતનું ખંડન કરાયું
નયનાબેને જણાવ્યું હતું કે મોટાભાગના યુવાનો તૈયારી માટે લગ્ન અગાઉના સમયગાળાને જ સ્પષ્ટ સમય માને છે. પરંતુ તેવું નથી નયનાબેનના જણાવ્યા અનુસાર પોતાના લગ્ન થઈ ગયા અને ત્યારબાદ પોતાના પરિવારજનોની જવાબદારી સાથે સાથે તેમને એક દીકરી પણ હોવાથી માતા તરીકેની જવાબદારી પણ તેઓ યશસ્વી નિભાવીને દિવસ રાત સચોટ મહેનત કરી આ મુકામ સુધી પહોંચ્યા છે. આથી લગ્ન પછી કરિયર ન બની શકે તેવી મોટાભાગના લોકોને મોઢે ચર્ચાથી વાતનું તેઓએ ખંડન પણ કર્યું છે.
સાચી દિશામાં યોગ્ય પરિશ્રમ કરવામાં આવે તો સચોટ પરિણામ જરૂર મળે
આમ આમ જો સાચી દિશામાં યોગ્ય પરિશ્રમ કરવામાં આવે તો તેનું એક દિવસ સચોટ પરિણામ ચોક્કસ મળે છે આથી જામનગર અને દેવભૂમિ દ્વારકા ના યુવાનોને પણ આ વાતથી વાકેફ કરવા અને યુવાનો ચોક્કસ દિશામાં કારકિર્દી અંગેની તૈયારીઓ કરે તે માટે જામનગર પોલીસના જુદા જુદા અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.
સાગર સંઘાણી