પ્રભુકૃપા હોસ્પિટલ ખાતે જાગૃતતા અભિયાનના ભાગરૂપે ‘જોઈન્ટ રીપ્લેસમેન્ટ’ અંગે ફ્રી ચેકઅપ અને નિદાન કેમ્પ યોજાયો
રાજકોટની અને સૌરાષ્ટ્રની રંગીલી પ્રજા સ્વાદરસીક છે, બહારનું જમવાનું લોકોને અતિપ્રિય છે. પરંતુ લોકો સ્વાદને વિટામીન, પ્રોટીન, કેલ્શીયમથી વધુ મહત્વ આપે છે જેથી માનવ શરીરમાં આ દ્રવ્યોની ઉણપ સર્જાય છે. આવા દ્રવ્યોની ઉણપ થતા સાંધાના દુ:ખાવાક ઉપડે છે. અને ધીરેધીરે તે વિકરાળ સ્વ‚પ ધારણ કરે છે. આ દુ:ખાવો એટલો ભયાનક બને છે કે, લોકો નાતો લાંબો સમય બેશી શકે છે. અને ના તો ચાલી શકે છે. આ સમસ્યા આમ તો ગમે તે વયના લોકોને ઉદભવી શકે છે. પરંતુ વ્યસ્ત વૃધ્ધોમાં આ રોગ વધુ જોવા મળે છે. જેમા શરીર નબળુ ડે તેમ આ રોગ વધુ પ્રબળ બને છે.
આ રોગને લઈને લોકોમાં જાગૃતીનો પણ ખૂબ અભાવ જોવા મળે છે, લોકોએ આવા રોગમાં કેવા પ્રકારની કાળજી રાખવી તેની જાગૃતતા કેળવાય તે ખૂબજ અગત્યનું છે. આ તકે શહેરની ભાગોળે આવેલા પ્રભુકૃપા હોસ્પિટલ અને તેના ડોકટર્સે એક જાગૃતતા અભિયાનના ભાગ‚પે જોઈન્ટ રિપ્લેસમેન્ટ અંગે ફ્રી ચેકઅપ તથા નિદાન કેમ્પનું આયોજન કર્યું હતુ.
પ્રભુકૃપા હોસ્પિટલના ડો. કેતન શાહ દ્વારા લેવાયેલા આ આવકારદાયક પગલામાં રાજકોટની જનતાએ રજાના દિવસ રવિવારે હોશે હોંશે ભાગ લીધો હતો.
૬૦% કેસમાં માત્ર કાળજી રાખવાથી જ રોગને જડમૂળથી મટાડી શકાય છે :ડો. કેતન શાહ
આ કેમ્પના હેતુ અંગે ડો. કેતન શાહે કહ્યું હતુ કે, ગોઠણ સાંધાના દુખાવાથી પીડાતા દર્દીઓને સમજણ આપવા તથા આ રોગને લઈને લોકોને ઘણી ગેરસમજણો હોય છે તેના કારણે તેઓ ગેરમાર્ગે ન ઘેરાય તેવા આશયથી કેમ્પ રાખવામા આવ્યો છે. ઉપરાંત ઘણા એવા પણ દર્દીઓ હોય છે જેમણે ઓપરેશનની જ‚ર નથી હોતી તો તેમણે સાચી સમજણ આપવા તથા જે દર્દીઓને ઓપરેશનની ખરા અર્થમાંજ‚ર હોય પરંતુ આર્થિક દ્રષ્ટીએ તમને ઓપરેશન પરવડતુ નહોય તેમના માટે યશોદેવ ફાઉન્ડેશન નામની સંસ્થા દર્દીઓને સહાય‚પ બને છે તો દર્દીઓને તે અંગેની માહિતી મળે તેવો આજના કેમ્પનો ઉદેશ્ય છે.
આ ઉપરાંત લોકોમાં જાગૃતતા અંગે કહ્યું હતુ કે લોકોમાં ધીમેધીમે જાગૃતતા આવી રહી છે.કે સાંધાનો દુ:ખાવો એટલે ફકત ઓપરેશન નથી હોતુ આના માટે અમો સમયાંતરે સેમિનાર, કેમ્પનું આયોજન કરીને લોકોને સમજણ આપીએ છીએ પરંતુ અમારે આ બાબતે હજુ પણ ઘણુ કરવાની જ‚ર છે.
વધુમાં કહ્યું હતુ કે, લોકો આવા પ્રકારનાં રોગનું નિદાન ફકત ઓપરેશન દ્વારા જ થઈ શકે એવું માને છે. પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ કંઈક અલગ જ છે. ૬૦ થી ૭૦ % કેસમાં ફકત કાળજી રાખવાથી જ રોગને જડ મૂળથી મટાડી શકાય છે. આ હકિકત લોકો સુધી પહોચાડી અમો વિવિધ પ્રકારે કાર્યરત થઈને પ્રયત્નો કરીએ છીઅ..
કેમ્પમાં નિદાન દરમિયાન દુ:ખાવો મટવાની આશા સેવતા જગદીશ કામલીયા
આ રોગનો ભોગ બનેલા ૬૬ વર્ષના દર્દી એ તેમની સમસ્યા વિશે જણાવતા કહ્યું હતુ કે, ગોઠણ તથા સાંધાઓમાં અતિશય દુખાવો રહે છે. જેના કારણે ચાલવાથી માંડીને બેસવામાં અને સુવામાં પણ અતિશય તકલીફ રહે છે. અચાનક જ દુ:ખાવો ઉપડે છે જે અસહ્ય હોય છે. વધુમાં તેમણે જણાવ્યુંં હતુ કે, આજે પ્રભુકૃપા હોસ્પિટલ દ્વારા યોજાયેલ કેમ્પમાં તેમના રોગનો અંત આવે તેવી આશા સાથે અહીયા આવ્યો છું.