• પ્લેક્ષસ મેડ કેર હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે
  • મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સોસાયટીના લોકોને પ્લેક્ષસ મેડ કેર હોસ્પિટલની 10 થી વધુ ડોકટરોની ટીમ દ્વારા નિદાન કરાયું

રાજકોટમાં મવડી ચોકડી નજીક આવેલ શ્રી સ્વામિનારાયણ મિશન સહજાનંદ હાઈસ્કૂલ અને સાગર પ્રાથમિક શાળા પ્લેક્ષસ મેડ કેર હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે હૃદય રોગ અને જનરલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં પ્લેક્ષસ મેડ કેર હોસ્પિટલની  10 થી વધુ ડોકટરોની ટીમ દ્વારા નિદાન કરવામાં આવ્યું હતું.નિદાન કેમ્પની સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સોસાયટીના લોકોએ નિદાન કેમ્પનો લાભ લીધો હતો.

વર્તમાનમાં હૃદયની લગતા રોગનું પ્રમાણ વધ્યું છે ડો. હેમંત વર્ષનેય

પ્લેક્સિસ મેડ કેર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, શ્રી સ્વામિનારાયણ મિશન સહજાનંદ હાઇસ્કુલ અને સાગર પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.  પ્લેક્સીસ મેડ કેર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના 10 થી વધુ લોકોનો સ્ટાફ આવ્યો હતો. અને નાથાણી બ્લડ બેન્કના છ લોકો આવ્યા હતા. હાલ વર્તમાનમાં હૃદયની બીમારી ખૂબ જ

વધી રહી છે હાર્ટ એટેકને લઈને અમારી હોસ્પિટલમાં ખૂબ સારી સારવાર આપવામાં આવે છે. સજીવની કીટ પણ ફ્રીમાં આપવામાં આવે છે. આ કિટના પ્રયોગથી હજારો દર્દીઓને લાભ થયા છે. કેમ્પમાં બધી જ સારવાર ફ્રી માં કરવામાં આવશે.

સ્કૂલની આસપાસ રહેતા લોકોને લાભ થાય તેવા હેતુથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું: જયદેવ ગઢવી (સહજાનંદ હાઇસ્કુલ પ્રિન્સિપાલ)

સહજાનંદ હાઇસ્કુલમાં ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં સ્કૂલની આસપાસ રહેતા લોકોને લાભ થાય તેવા હેતુથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્લેક્સીસ મેડ કેર મલ્ટીપેશિયાલિટી હોસ્પિટલ ના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં દરેક ચેકઅપ ફ્રીમાં કરવામાં આવશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.