૫૦ થી વધારે દર્દીઓએ સેવાનો લીધો લાભ
ગ્રામ્ય હૃદયરોગ સ્વાસ્થ્ય મિશન અંતર્ગત પડધરીમાં આવેલ માનવતા હોસ્પિટલ માં ફ્રી હદય રોગ તપાસ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. પ્લેકસસ કાર્ડીયાક કેર દ્વારા હદયરોગ તપાસ તથા ડિજિટલ કાર્ડિયોલોજી ની સુવિધા રાખેલ છે તેના દ્વારા દર્દીઓની અદ્યતન ટેકનોલોજીથી તપાસ કરી અને નિદાન કરવામાં આવે છે. પડધરી તથા પડધરી તાલુકાના ગામડાઓ ના લોકોને હવે હદય રોગ તપાસ માટે હવે રાજકોટ જવાની જરૂર પડશે નહીં. માનવતા હોસ્પિટલમાં હવે ડિજિટલ કાર્ડિયોલોજી દ્વારા તપાસ અને સારવાર શરૂ થઇ ગયેલ છે. જે વ્યક્તિને હદય રોગનો હુમલો આવેલ હોય, બ્લડપ્રેશરની તકલીફ હોય, શ્વાસ ચડતો હોય, છાતીમાં ઝીણો દુખાવો થતો હોય કે ચાલવાથી કે સીડી પર ચડવાથી ગભરામણ થતી હોય તેવા દર્દીઓએ માનવતા હોસ્પિટલની ખાસ મુલાકાત લેવી.માનવતા હોસ્પિટલમાં શ્રી હદય રોગ તપાસ કેમ્પ માં ૫૦થી પણ વધારે દર્દીઓએ ફ્રી સેવાનો લાભ લીધો હતો.