ગીર-સોમનાથ તા. -૦૫, સોમનાથ સ્થિત રામમંદીરનાં ઓડીટોરીયમમાં આજે સાંસદશ્રી(રાજયસભા) ચુનીભાઇ ગોહેલ, જિલ્લા પ્રભારી સચિવશ્રી સંજય નંદન,નગરપાલિકા પ્રમુખ શ્રીમતી મંજુલાબેન સુયાણી, જિલ્લા કલેકટરશ્રી અજય પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ધર્મેન્દ્રસિંહ રહેવર સહિતના મહાનુભાવોનાં હસ્તે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાનાં ૧૬ લાભાર્થીઓને કાર્ડ અર્પણ કરાયા હતા. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ અમદાવાદ ખાતેથી આ યોજનાનો વિધીવત પ્રારંભ કરાવ્યો હતો. જેના ભાગરૂપે સોમનાથ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લામાં અત્યાર સુધીમાં ૪૫૦૦ લાભાર્થીઓની નોંધણી થયેલ છે.
આ પ્રસંગે પ્રભારી સચિવશ્રીએ કહ્યું કે, ભારત સરકારે અસંગઠીત શ્રમયોગીઓ માટેની પેન્શન યોજના દેશભરમાં શરૂ છે. ગુજરાત રાજ્યની સાથે સમગ્ર દેશમાં લાખો લોકોએ આ યોજનાનો લાભ લઇ તેઓને ૬૦ વર્ષની વયે માસિક રૂા. ૩ હજારનું પેન્શન મળશે. સાંસદશ્રી ગોહેલ જણાવ્યું હતું કે, ગીર-સોમનાથ જિલ્લામાં વધુમાં વધુ શ્રમયોગીઓને આ યોજનાનો લાભ લેવો જોઇએ. ૧૮ થી ૪૦ વર્ષની વયમર્યાદા ધરાવતા અસંગઠીત શ્રમયોગી ખાતે માસિક નજીવી રકમ નક્કી કરવામાં આવેલ છે. જે તમામ શ્રમયોગીઓને પરવડે તેમ છે.
શ્રમયોગી પેન્શન યોજનાનાં લાભાર્થી લીલીબેન ચોપડા, સ્વેતાબેન ડાભી, રક્ષાબેન મુરલીયા, મિનાક્ષીબેન લોઢારી, કાન્તાબેન લોઢારી, જયશ્રીબેન પરમાર, હેતલબેન માલવીયા અને મમતાબેન સોલંકી સહિત ૧૬ લાભાર્થીઓને સ્ટેજ ઉપરથી મહાનુભાવોના હસ્તે પેન્શન કાર્ડ અર્પણ કરી પ્રોત્સાહીત કરાયા હતા.
કાર્યક્રમના પ્રારંભે શ્રમ અધિકારીશ્રી એસ.કે.સિહોરા યોજનાનીવિગતો આપી સૌનુ સ્વાગત કર્યુ હતુ. શ્રીમ અધિકારી કચેરી તથા જિલ્લા વહિવટીતંત્ર, દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં જિલ્લા પૂરવઠા અધિકારી શ્રીમતી શિતલબેન પટેલ, નોડલ ઓફીસર ફારૂક હુશેન શેખ, મામલતદારશ્રી દેવકુમાર આંબલીયા સહિત શ્રમયોગીઓ મોટી સંખ્યામાં સહભાગી થયા હતા.